/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Indias-territory-dispute-on-Nepal-currency-map-.jpg)
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર (ફાઇલ ફોટો)
Foreign Minister S Jaishankar : ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર પેટ્રોલિંગ પર થયેલી સફળ સમજૂતીને લઇને વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આનો શ્રેય આર્મીને જાય છે, જે ખૂબ જ અકલ્પનીય સંજોગોમાં બન્યું છે અને કુશળ ફૂટનીતિ તરીકે જોવું જોઈએ. પૂણેમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન એક સવાલના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે સંબંધોને સામાન્ય બનાવવામાં હજી થોડો સમય લાગશે અને સાથે મળીને કામ કરવાની ઇચ્છાને પણ સમયની જરૂર છે.
વિદેશ મંત્રીએ બીજું શું કહ્યું?
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલન માટે રશિયાના કઝાનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા તો એ નિર્ણય લેવાયો કે બંને દેશોના વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો મળશે અને જોશે કે આગળ કેવી રીતે વધવામાં આવે.
વિદેશ મંત્રી એસ જયશંકરે આગળ કહ્યું કે આજે આપણે તે મુકામ પર પર પહોંચ્યા છે. જ્યાં આપણે છીએ તો તેનું એક કારણ એ છે કે આપણે આપણી જમીન પર ડટ્યા રહેવા અને પોતાની વાત રાખવા માટે ઘણો દૃઢ પ્રસ્તાવ કર્યો છે. દેશની રક્ષા માટે સેના ખૂબ જ અકલ્પનીય પરિસ્થિતિઓમાં (એલએસી પર) હાજર હતી અને સેનાએ પોતાનું કામ કર્યું અને કૂટનીતિએ પોતાનું કામ કર્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે છેલ્લાં એક દાયકામાં ભારતે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કર્યો છે. સમસ્યાનો એક ભાગ એ છે કે અગાઉના વર્ષોમાં સરહદના માળખાગત સુવિધામાં સુધારો થયો નથી.
આ પણ વાંચો - ભારત અને ચીન બંનેની સેનાઓ પાછી હટી, LAC કરારની અસર જમીન પર દેખાવા લાગી
તેમણે કહ્યું કે આજે અમે એક દાયકા પહેલાની તુલનામાં વર્ષમાં પાંચ ગણા વધુ સંસાધનો લગાવી રહ્યા છીએ, જેના પરિણામો સામે આવી રહ્યા છે અને સૈન્યને ખરેખર અસરકારક રીતે તૈનાત કરવા માટે સક્ષમ બનાવી રહ્યા છે, તેના કારણે આપણે અહીં સુધી પહોંચી શક્યા છીએ.
કઝાનમાં બની વાત
બુધવારે રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન દરમિયાન પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. લગભગ સાડા ચાર વર્ષ પહેલાં પૂર્વી લદ્દાખમાં ચીનના આક્રમણ બાદથી અટકી પડેલી બંને દેશો વચ્ચેની વાતચીત ફરી એકવાર બંને નેતાઓએ ફરી એકવાર શરૂ કરી હતી અને કહ્યું હતું કે 'સરહદ પર શાંતિ જાળવવી એ અમારી પ્રાથમિકતા હોવી જોઈએ', જે દરમિયાન બંને નેતાઓએ પરસ્પર વિશ્વાસ, પરસ્પર સન્માન અને પરસ્પર સંવેદનશીલતા જેવા શબ્દો પર ભાર મુક્યો હતો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us