પ્રજ્ઞા ઠાકુર ઇનસાઇડ સ્ટોરી; જીન્સ ટી શર્ટ પહેરનાર છોકરી કેવી રીતે બની સાધ્વી

વર્ષ 2008 ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એનઆઇએ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને વર્ષો સુધી આતંકવાદનો દાગ સહેવો પડ્યો

વર્ષ 2008 ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એનઆઇએ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને વર્ષો સુધી આતંકવાદનો દાગ સહેવો પડ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
sadhvi pragya singh thakur, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર

NIA કોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા (Express)

sadhvi pragya singh thakur inside story : NIA કોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં લાંબા સમય સુધી જેલમાં બંધ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને વર્ષો સુધી આતંકવાદનું કલંક સહન કરવું પડ્યું. ભોપાલથી લોકસભા સાંસદ રહી ચૂકેલા 55 વર્ષીય પ્રજ્ઞા સિંહ ઠાકુરનું બાળપણ મધ્યપ્રદેશના ભિંડની ગલીઓમાં પસાર થયું હતું.

Advertisment

ટૂંકા વાળવાળી એક છોકરી તેની બહેન સાથે જીન્સ અને ટી-શર્ટ પહેરીને બાઇક પર ભિંડની ગલીઓમાં બદમાશોને પાઠ ભણાવવા માટે જતી હતી, જે પાછળથી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નામથી દેશભરમાં પ્રખ્યાત થયા. ખૂબ જ નાની ઉંમરથી હિન્દુત્વ વિચારોના પ્રચાર માટે સમર્પિત પ્રજ્ઞા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય બન્યા અને વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિનીમાં પણ જોડાયા.

એમજેએસ કોલેજમાંથી એમએ કર્યું

2 ફેબ્રુઆરી 1970 ના રોજ જન્મેલી પ્રજ્ઞાના પિતા ચંદ્રપાલ સિંહ ભિંડ શહેરના પ્રખ્યાત આયુર્વેદચાર્ય હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હતા. પ્રજ્ઞા સિંહ ઠાકુરે 1996 માં એમજેએસ કોલેજમાંથી એમએ કર્યું હતું. આ પછી, ભોપાલની વિદ્યાનિકેતન કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાંથી BPED ડિગ્રી મેળવી હતી.

સ્વામી અવધેશાનંદ ગિરીથી પ્રભાવિત થઈને પ્રજ્ઞા ઠાકુર સાધ્વી બન્યા

સ્વામી અવધેશાનંદ ગિરીથી પ્રભાવિત થઈને પ્રજ્ઞા ઠાકુર સાધ્વી બન્યા. બાદમાં ઇન્દોરમાં રાષ્ટ્રીય જાગરણ મંચની સ્થાપના કરી. તે તેમના કાર્યના સંદર્ભમાં દેશના વિવિધ ભાગોમાં જતા હતા. આ સમય દરમિયાન 2008માં મહારાષ્ટ્ર ATS દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમનું નામ અચાનક આખા દેશમાં ગુંજ્યું હતું. માલેગાંવ વિસ્ફોટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આતંકવાદી ઘટનામાં સામેલ બાઇક સાધ્વી પ્રજ્ઞા સિંહના નામે રજિસ્ટર્ડ હતી.

Advertisment

આ પણ વાંચો - કોણ છે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર? જાણો શું આરોપ લાગ્યા બચાવ શું હતો?

માલેગાંવ શહેરમાં 29 સપ્ટેમ્બર 2008 ના રોજ બ્લાસ્ટ થયો હતો

મુંબઈથી લગભગ 200 કિમી દૂર માલેગાંવ શહેરમાં 29 સપ્ટેમ્બર 2008 ના રોજ એક મસ્જિદ પાસે મોટરસાઇકલમાં ફીટ કરાયેલ વિસ્ફોટક ઉપકરણમાં વિસ્ફોટ થતા છ લોકોના મોત થયા હતા અને 100 થી વધુ ઘાયલ થયા હતા. હવે કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા છે.

2019માં ભોપાલથી સાંસદ બન્યા

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 24 એપ્રિલ 2017 ના રોજ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. 17 એપ્રિલ 2019ના રોજ તેઓ ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા. પાર્ટીએ તેમને લોકસભા ચૂંટણીમાં ભોપાલથી ઉમેદવાર બનાવ્યા. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને મોટા માર્જિનથી હરાવ્યા અને પહેલી વાર લોકસભા પહોંચ્યા હતા. જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી.

મહારાષ્ટ્ર india દેશ ભાજપ