/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Sahyog-censorship-portal.jpg)
સહયોગ પોર્ટલ સેન્સરશીપ બ્લોકિંગ આદેશ - Express photo
Sahyog censorship portal : ઓક્ટોબર 2024 થી ઓક્ટોબર 2025 દરમિયાન કેન્દ્ર સરકારના સહયોગ પોર્ટલ દ્વારા 2,300 થી વધુ બ્લોકિંગ આદેશ જારી કરવામાં આવ્યા હતા. લક્ષિત એપ્લિકેશનોમાં WhatsApp, Facebook, YouTube અને Instagram શામેલ છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસે માહિતી અધિકાર કાયદા હેઠળ સહયોગ પોર્ટલ પર કેટલાક રસપ્રદ ડેટા એકત્રિત કર્યા છે. આ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે સહયોગ પોર્ટલ ઑનલાઇન સેન્સરશીપનું નવું હથિયાર કેવી રીતે બની રહ્યું છે.
કોને કેટલા બ્લોકિંગ આદેશ જારી કરવામાં આવ્યા હતા?
બ્લોકિંગ આદેશ મોટાભાગે વિવાદાસ્પદ, ગેરકાયદેસર પોસ્ટ્સ અને નકલી એકાઉન્ટ્સ માટે જારી કરવામાં આવ્યા હતા. ડેટા અનુસાર, WhatsApp, Facebook અને Instagram પર સૌથી વધુ સેન્સરશીપની કારત ફરી હતી. કુલ 2,312 બ્લોકિંગ કેસમાંથી લગભગ 78% ફક્ત WhatsApp, Facebook અને Instagram સાથે સંબંધિત હતા.
WhatsApp એ 1,392 સાથે સૌથી વધુ બ્લોકિંગ આદેશ પ્રાપ્ત કર્યા. 255 આદેશ સાથે ફેસબુક બીજા ક્રમે આવ્યું, જ્યારે Instagram 169 કેસ સાથે ત્રીજા ક્રમે આવ્યું. YouTube ને પણ એક વર્ષમાં 176 બ્લોકિંગ આદેશ મળ્યા. વધુમાં ટેલિગ્રામને 123 બ્લોકિંગ આદેશ મળ્યા, ગૂગલને 93, એપલને 43 અને એમેઝોનને 23 માઇક્રોસોફ્ટ, લિંક્ડઇન અને સ્નેપચેટ જેવી એપ્લિકેશનોને પણ સમયાંતરે બ્લોકિંગ આદેશ મળ્યા છે.
ઓપરેશન સિંદૂર પછી શું થયું?
એક RTI વિનંતીમાં એ પણ ખુલાસો થયો કે ઓપરેશન સિંદૂર દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મોટી માત્રામાં સામગ્રી દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મુખ્યત્વે પાકિસ્તાનમાંથી ઉદ્ભવતી અથવા પાકિસ્તાની પ્રચારને પ્રોત્સાહન આપતી સામગ્રી પર ધ્યાન હતું. X કંપનીએ એમ પણ અહેવાલ આપ્યો કે ઓપરેશન સિંદૂર દરમિયાન તેને ઓછામાં ઓછા 8,000 એકાઉન્ટ્સને બ્લોક કરવાના આદેશો મળ્યા હતા.
સહયોગ પોર્ટલ સાથે કેટલા પ્લેટફોર્મ જોડાયેલા છે?
એક વરિષ્ઠ અધિકારી કહે છે કે બ્લોકિંગ આદેશની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે, કારણ કે ક્યારેક જ્યારે પોર્ટલ ડાઉન હોય છે, ત્યારે આવા આદેશ કંપનીઓને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે છે.
ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ પણ ડેટા જાહેર કર્યો છે જે દર્શાવે છે કે 118 મધ્યસ્થીઓને સહયોગ પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવ્યા છે અને નિયમોના દાયરામાં લાવવામાં આવ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં કર્ણાટક હાઈકોર્ટ સાથે શેર કરાયેલા ડેટા અનુસાર માર્ચ 2024 થી માર્ચ 2025 દરમિયાન વિવિધ મધ્યસ્થીઓને 426 બ્લોકિંગ આદેશ જારી કરવામાં આવ્યા હતા, અને 1.1 લાખથી વધુ લિંક્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
બ્લોકિંગ આદેશ કેવી રીતે મોકલવામાં આવે છે?
ઈન્ડિયન એક્સપ્રેસે મેટા, ગૂગલ, માઈક્રોસોફ્ટ, એપલ અને એમેઝોનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેમના પ્લેટફોર્મ પર સામગ્રીને બ્લોક કરવા માટેનો આધાર નક્કી કરી શકાય, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
તમારી માહિતી માટે બ્લોકિંગ આદેશ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની કલમ 79(3)(b) હેઠળ જારી કરવામાં આવે છે. આ કલમ હેઠળ, કોઈપણ મધ્યસ્થી જો વાંધાજનક સામગ્રીને બ્લોક કરવાના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તે તેનું કાનૂની રક્ષણ ગુમાવી શકે છે.
સહયોગ પોર્ટલ ઓક્ટોબર 2024 માં સક્રિય કરવામાં આવ્યું હતું. તે સરકાર દ્વારા બનાવવામાં આવેલ સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ છે જેના દ્વારા બ્લોકિંગ આદેશ જારી કરવામાં આવે છે. અગાઉ બ્લોકિંગ આદેશ સીધા ખાનગી કંપનીઓને જારી કરવામાં આવતા હતા, અને તે સમયે ઈમેલનો વ્યાપક ઉપયોગ થતો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us