Saif Ali Khan Attack case: સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીને મુંબઇ પોલીસે થાણે માંથી પડક્યો

Saif Ali Khan Attacked case: સૈફ અલી ખાન પર હુમલ કરનાર આરોપીને મુંબઇ પોલીસે થાણે માંથી પકડી લીધો છે. ગુરુવારે સૈફ અલી ખાન પર તેના ઘરે અજાણ્યા વ્યક્તિ ચાકુ વડે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયો હતો.

Written by Ajay Saroya
Updated : January 19, 2025 08:15 IST
Saif Ali Khan Attack case: સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીને મુંબઇ પોલીસે થાણે માંથી પડક્યો
સૈફ અલી ખાન પર હુમલો - photo - jansatta

Saif Ali Khan Attacked case: સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ થયેલા ચાકુથી હુમલામાં મુંબઇ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. એએનઆઈના રિપોર્ટ અનુસાર, પોલીસે 19 જાન્યુઆરી, રવિવારની સવારે તેની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આરોપીઓને પકડવા માટે 20 ટીમો બનાવવામાં આવી હતી.

સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. આરોપી મુંબઇ પોલીસને પોતાનું અલગ અલગ જણાવી રહ્યો છે. તેણે પોતાનું નામ મોહમ્મદ ઇલિયાસ અને વિજય દાસ જણાવ્યું છે.

16 જાન્યુઆરી, ગુરુવારે સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરે એક આરોપીએ ચાકુ વડે તેના પર છ વખત હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી નાસી છુટ્યો હતો.

ચાકુ વડે હુમલાથી ઘાયલ સૈફ અલી ખાનને લોહીથી લથબથ હાલતમાં મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલના સિનિયર ડોક્ટરોએ પ્રેસ કોન્ફરન્સ યોજીને અભિનેતા વિશે સંપૂર્ણ માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેની કરોડરજ્જુ પાસે એક ઊંડો ઘા હતો અને તેની અંદરથી લગભગ અઢી ઇંચ લાંબો એક ચાકુનો ટુકડો બહાર કાઢ્યો હતો. જેને પોલીસે કબજામાં લીધો છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે સૈફ અલી ખાનની કરોડરજ્જુથી છરી માત્ર 2 મીમી બચી ગયું, જો તે વધુ અંદર ઘૂસ્યો હોત, તો આ કેસ વધુ ગંભીર બની શક્યો હોત.

ગુરુવારે સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરે એક આરોપીએ ચાકુ વડે તેના પર છ વખત હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી નાસી છુટ્યો હતો.

નોંધનિય છે કે,18 જાન્યુઆરીએ પોલીસે છત્તીસગઢના દુર્ગ માંથી એક 31 વર્ષના વ્યક્તિની ધરપકડ કરી હતી. જો કે આ કેસમાં તપાસ કરી રહેલા અધિકારીઓનું કહેવું છે કે, તે શંકાસ્પદ છે, આરોપી નથી. આ કેસમાં પુછપરછ માટે પોલીસ તેને બાંદ્રા સ્ટેશન પર લાવી હતી, ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઇયે કે, બોલીવીડ એભિનેતા સૈફ અલી ખાન મુંબઇના બાંદ્રા સ્થિત સતગુરુ શરણ બિલ્ડિંગના 11 અને 12માં માળ પર રહે છે. આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીએ કહ્યું કે, તેઓ એ વાતથી હેરાન છે કે, સૈફ અલી ખાનની બિલ્ડિંગમાં કોઇ સર્વેલન્સ કેમેરા નથી. દરવાજો જ્યાં સિક્યોરિટી ગાર્ડ પાસે આવતા જતા લોકોની એન્ટ્રી માટે રજિસ્ટર પણ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ