MCOCA : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સાગરિતો સામે MCOCA લાગુ, જાણો આ એક્શનથી શું થાય?

Makoka Against gangster Lawrence Bishnoi : સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસ બાદ આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગના સભ્યો વિરુદ્ધ MCOCA સંબંધિત કલમો લગાવી છે.

Written by Kiran Mehta
April 27, 2024 23:01 IST
MCOCA : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સાગરિતો સામે MCOCA લાગુ, જાણો આ એક્શનથી શું થાય?
સલમાન ખાન ઘરની બહાર ફાયરીંગનો કેસ

અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મકોકા હેઠળ કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આ કેસમાં બે શૂટર્સ સહિત ચાર લોકોની પહેલેથી જ ધરપકડ કરી છે અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈને કેસમાં વોન્ટેડ આરોપી તરીકે નામ આપ્યા છે.

જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) લક્ષમી ગૌતમે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે આ કેસમાં આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગના સભ્યો વિરુદ્ધ MCOCA સંબંધિત કલમો લગાવી છે. આ કેસ હવે વધુ તપાસ માટે ACP રેન્કના અધિકારીને ટ્રાન્સફર કરવામાં આવશે. “તેઓ આ કેસને મજબૂત બનાવશે અને યોગ્ય કાનૂની મૂલ્યાંકન પછી તેને કેસમાં મકોકા ઉમેરવામાં આવ્યો છે.”

MCOCA લાગુ થાય તો શું થાય?

મકોકા લાગુ થયા બાદ આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ રહેશે અને તેમને સરળતાથી જામીન નહીં મળે. તપાસ અધિકારીને વધુ પોલીસ કસ્ટડી અને ચાર્જશીટ દાખલ કરવા માટે છ મહિનાનો સમય પણ મળશે, એમ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈનું નામ વોન્ટેડ આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું છે, કારણ કે બંને ગુનેગારો વિરુદ્ધ ગંભીર ગુનાઓ છે, જેમાં 10 વર્ષથી વધુની જેલની કારાવાસની સજા છે, જેથી તેમની સામે મકોકાની જોગવાઈ જોડવામાં આવી શકે છે.

શું છે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો?

14 એપ્રિલના રોજ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે સભ્યો ટુ-વ્હીલર પર બાંદ્રા ગયા હતા અને સલમાન ખાનના ઘરની બહાર કથિત રીતે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટ દ્વારા ફાયરિંગની જવાબદારી લીધી હતી. 16 એપ્રિલના રોજ, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના ભુજમાંથી બે શૂટર્સ, સાગર પાલ અને વિકી ગુપ્તાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો –

આ પછી 25 એપ્રિલે ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાંથી ગેંગના વધુ બે સભ્યોની ધરપકડ કરી હતી. જેમના નામ અનુજ થાપન (32) અને સોનુ સુભાષ ચંદર (37) છે. બંને કથિત રીતે 15 માર્ચે પનવેલ આવ્યા હતા અને અન્ય બે આરોપીઓને હથિયારો આપ્યા હતા. થાપન બિશ્નોઈ ગેંગનો સભ્ય છે અને તેની સામે ત્રણ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. અનમોલ બિશ્નોઈ કેનેડામાં છુપાયો હોવાની આશંકા છે. મહારાષ્ટ્ર પોલીસે તેની સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ