બદાયુ ડબલ મર્ડરઃ ઉત્તર પ્રદેશના બદાયુમાંથી એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. અહીં સલૂન માલિકોએ બે નિર્દોષ બાળકોની હત્યા કરી હતી. જોકે, ત્રીજો બાળક તેમની ચુંગાલમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ભયાનક ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તે જ સમયે ગુસ્સે થયેલા લોકોએ આ વિસ્તારની વાળંદની દુકાનમાં તોડફોડ કરી હતી અને પોલીસ ચોકીની સામે તેને આગ ચાંપી દીધી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તર પ્રદેશ પોલીસે મુખ્ય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આરોપીઓ અન્ય સમુદાયના છે. વિનોદ કુમાર અને તેની પત્ની સંગીતા બાબા કોલોનીમાં રહે છે. સંગીતાનું ઘર નીચે પાર્લર છે. તે તેના ત્રણ બાળકો સાથે ઘરે એકલી હતી. જાવેદ અને સાજીદ સામે સલૂનની દુકાન ચલાવે છે. બંનેના વિનોદના પરિવાર સાથે અવારનવાર ઝઘડા થતા હતા.
સાજીદના પિતા અને કાકાની અટકાયત
ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં મંગળવારે સાંજે નજીવી તકરારમાં બે સગા ભાઈઓની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં ત્રીજા ભાઈને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે આ ઘટનામાં એક આરોપીને એન્કાઉન્ટરમાં માર્યો છે, જ્યારે અન્ય આરોપી ફરાર છે. દરમિયાન ડબલ મર્ડર બાદ આરોપી સાજીદના પિતા અને કાકાની અટકાયત કરવામાં આવી છે. ફરાર જાવેદને શોધવા માટે પોલીસની ટીમો ઠેરઠેર દરોડા પાડી રહી છે.
બદાયુ ડબલ મર્ડર કેસમાં આરોપીઓએ ત્રણેય પુત્રો પર હુમલો કર્યો હતો
પડોશીઓએ જણાવ્યું કે સાજીદ અને જાવેદ મંગળવારે સાંજે વિનોદના ઘરે પહોંચ્યા અને બીજા માળે વિનોદના ત્રણ પુત્રો પર સીધો હુમલો કર્યો. જેમાં વિનોદના બે બાળકો આયુષ અને હનીનું મોત થયું હતું. આ દરમિયાન પીયૂષને થોડી ઈજા થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના સમયે માતા સંગીતા પાર્લરમાં હતી. ચીસો બાદ લોકો ઉપરના માળે પહોંચ્યા હતા. દરમિયાન ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ- World Sparrow Day 2024, વિશ્વ ચકલી દિવસ : એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીઓ હવે લુપ્ત થવાના આરે
બદાયુ ડબલ મર્ડર કેસમાં મુખ્ય આરોપીનું એન્કાઉન્ટર
આ ઘટના અંગે પોલીસને માહિતી આપવામાં આવી હતી. લોકોના ટોળાએ પોલીસને લાશનો કબજો લેવા દીધો ન હતો. સ્થિતિ કાબૂ બહાર જતી જોઈને ડીએમ અને એસપી સહિત અનેક પોલીસ સ્ટેશનના દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોએ અનેક જગ્યાએ ટ્રાફિક પણ બ્લોક કરી દીધો હતો. આટલું જ નહીં લોકોએ સલૂન માલિકની દુકાનમાંથી સામાન કાઢીને આગ લગાવી દીધી હતી. પોલીસે એક આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને મુખ્ય આરોપીને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો હતો.
આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી, ચૂંટણી ઢંઢેરામાં આ વાતો પર ફોક્સ કરશે
બદાયુ ડબલ મર્ડર વિશે ડીએમ મનોજ કુમારે માહિતી આપી હતી
મંડી સમિતિ ચોકી પાસે બાબા કોલોનીમાં બે બાળકોની હત્યાના મામલામાં બદાયુ ડીએમ મનોજ કુમારે કહ્યું કે અમને આજે સાંજે માહિતી મળી કે એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને 11 અને 6 વર્ષના બે નાના બાળકોની હત્યા કરી નાખી. આ પછી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકોને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તપાસ ચાલુ છે.





