Sam Pitroda Controversy : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમ પિત્રોડાના નિવેદનને લઇને ફરી એકવાર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. તેલંગાણામાં રેલી દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે શહેજાદાના અંકલે દેશનું અપમાન કર્યું છે. પીએમ મોદીએ સવાલ કર્યો કે શું કાળા રંગ વાળા આફ્રિકાના હોય છે? હવે આ ગુસ્સો એટલા માટે જોવા મળ્યો કારણ કે સેમ પિત્રોડાએ ફરી વિવાદ ઉભો કર્યો છે. તેમણે દક્ષિણના લોકોને આફ્રિકા જેવા ગણાવ્યા હતા.
પીએમનો રાહુલ પર પ્રહાર
હવે આ જ નિવેદન પર પીએમ મોદીએ કહ્યું કે આજે મને ઘણો ગુસ્સો આવે છે. શહેજાદાના અંકલે જેવી ભાષાનો પ્રયોગ કર્યો છે, હું ગુસ્સે થયો છું. સંવિધાનને માથા પર રાખનાર આજે દેશનું આવું અપમાન કરી રહ્યા છે. હું તમને બધાને પૂછવા માંગુ છું જેમની ત્વચા કાળી છે તે શું આફ્રિકાના છે? આ લોકોએ ચામડીના રંગના આધારે મારા દેશને ગાળો આપી છે. હું માનું છું કે ચામડીનો રંગ ગમે તે હોય આપણે શ્રીકૃષ્ણની પૂજા કરનારા લોકો છીએ.
પીએમ મોદીનું આ નિવેદન મહત્વ રાખે છે, કારણ કે દેશમાં ચોથા તબક્કાની ચૂંટણી થવાની છે. દક્ષિણના રાજ્ય તેલંગાણામાં હજુ મતદાન થવાનું બાકી છે, આંધ્ર પ્રદેશમાં પણ મતદાન થવાનું છે. આ દરમિયાન આ નિવેદને ભાજપને બૂસ્ટ આપવાનું કામ કર્યું છે. આ પહેલા પણ પિત્રોડાએ ભાજપને પ્રહાર કરવાની મોટી તક આપી હતી. તેમના તરફથી વિરાસત ટેક્સને લઇને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – તમારે નક્કી કરવાનું છે કે દેશ વોટ જેહાદથી ચાલશે કે રામ રાજ્યથી
પિત્રોડાનો વધુ એક વિવાદ
આ પહેલા પિત્રોડાએ કહ્યું હતું કે અમેરિકામાં વિરાસત ટેક્સ ચાલે છે. જો કોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ છે, તો તેના મૃત્યુ પછી 45 ટકા બાળકો પાસે જાય છે, તો 55 ટકા સરકાર દ્વારા લઇ લેવામાં આવે છે. આ ઘણો રસપ્રદ કાનૂન છે. કાયદો કહે છે કે તમારે તમારી બધી સંપત્તિ બાળક માટે છોડવાની જરૂર નથી, પરંતુ અડધી પબ્લિક માટે છોડી દેવી જોઈએ. ભારતમાં તો આવો કોઈ કાયદો નથી. તેમણે કહ્યું કે જો તમે 10 મિલિયન કમાતો હોય તેના મૃત્યુ પછી તે બધા પૈસા બાળકોને જાય છે, પબ્લિક પાસે કશું જતું નથી.
લોકોએ આ અંગે ચર્ચા કરવી જોઈએ. હવે મને ખબર નથી કે તારણ શું નીકળશે, પરંતુ જ્યારે કોંગ્રેસ સંપત્તિની વહેંચણીની વાત કરે છે, ત્યારે તે નવા કાયદાઓ વિશે છે. આ કાયદાઓ સામાન્ય માણસના હિતમાં છે, માત્ર અમીર લોકોના હિતના નથી.





