Irfan Solanki Case: સપા ધારાસભ્ય ઈરફાન સોલંકીને કોર્ટે સંભળાવી 7 વર્ષની જેલની સજા, જાણો શું છે સમગ્ર મામલો

Irfan Solanki Case: સમાજવાદી પાર્ટીના નેતા ઈરફાન સોલંકીને કાનપુરના જાજમઉ આગજંપી કેસમાં વિશેષ કોર્ટે આજે 7 વર્ષની સજા ફટકારી છે.

Irfan Solanki Case: સમાજવાદી પાર્ટીના નેતા ઈરફાન સોલંકીને કાનપુરના જાજમઉ આગજંપી કેસમાં વિશેષ કોર્ટે આજે 7 વર્ષની સજા ફટકારી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
irfan Solanki | irfan Solanki case | irfan Solanki jail | SP MLA irfan Solanki | samajwadi party mla irfan solanki

Irfan Solanki Case: ઈરફાન સોલંકી ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. (Photo - @IrfanSolanki

Irfan Solanki Case: ઉત્તર પ્રદેશના કાનપુરમાં જાજમઉ આગજંપી કેસમાં દોષિત ઠરેલા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઇરફાન સોલંકીને મોટો ઝટકો લાગ્યો છે. એમપીએમએલએ કોર્ટના વિશેષ ન્યાયાધીશ સત્યેન્દ્ર નાથ ત્રિપાઠીએ સપાના ધારાસભ્યની સાથે તેમના ભાઈ રિઝવાન સોલંકી, સાથી શૌકત અલી, મોહમ્મદ શરીફ અને ઇઝરાયેલ અટ્ટાવાલાને સજા સંભળાવી છે.

Advertisment

શું છે મામલો?

સમગ્ર કેસની વાત કરીયે તો, ઇરફાન સોલંકી અને તેના સાથીઓને કોર્ટે પહેલા જ દોષી ઠેરવ્યા હતા. તમને જણાવી દઈએ કે 7 નવેમ્બર, 2022 ના રોજ જાજમાઉની ડિફેન્સ કોલોનીમાં સ્થિત એક પ્લોટમાં રહેતા નઝીર ફાતિમાના ઘરમાં આગ ચાંપી હતી. નઝીરે સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી, તેમના ભાઈ રિઝવાન સોલંકી અને તેમના સાથીઓ પર આગ લગાડવાનો આરોપ લગાવ્યો હતો.

આ કેસમાં અદાલતે ઇરફાન, રિઝવાન, મોહમ્મદને દોષી ઠેરવ્યા છે. શરીફ, શૌકત અલી અને ઇઝરાયેલ અટ્ટાવાલાને કોર્ટે 3 જૂને આગચંપી, ઇજા પહોંચાડવી, હુમલો કરવો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ દોષી ઠેરવ્યા હતા. ઉપરાંત સજાના મુદ્દા પર સુનાવણી માટે 7 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી. ઇરફાનને સજા માટે મહારાજગંજ જેલમાંથી લાવવામાં આવ્યો ન હતો.

આ દરમિયાન ઇરફાનના ચાર સાથીઓ કોર્ટમાં હાજર હતા. સજા પર સુનાવણી દરમિયાન ડીજીસી દિલીપ અવસ્થી, એડીજીસી ભાસ્કર મિશ્રા અને પીડિતા નઝીરના એડવોકેટ પ્રાચી શ્રીવાસ્તવે ફરિયાદી પક્ષ તરફથી દલીલ કરી હતી કે દોષી ઇરફાન સોલંકી લોક સેવક છે, તેની જવાબદારી અન્યો કરતા વધારે છે. આથી તેમને વધુમાં વધુ સજા અને વધુમાં વધુ દંડ ફટકારવો જોઈએ.

Advertisment

અદાલતમાં સામ સામે જબરદસ્ત દલીલ થઇ

બીજી તરફ આ કેસમાં બચાવ પક્ષ તરફથી ઇરફાન રિઝવાનના વકીલ સઇદ નકવી, શિવકાંત દિક્ષીત અને કરીમ અહેમદ સિદ્દીકીએ દલીલ કરી હતી કે દોષી ઇરફાન સોલંકી ધારાસભ્ય છે, આ સજા તેમના ધારાસભ્ય પદ માટે જોખમી છે, તેથી ઓછામાં ઓછી સજા સજા થવી જોઇએ.

ગુજરાતી ન્યૂઝ ઉત્તર પ્રદેશ દેશ