/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/sambhal-temple.jpg)
સંભલમાં તપાસ દરમિયાન મળી આવ્યું શિવ મંદિર - photo - ANI
Sambhal Mandir News: ઉત્તર પ્રદેશના સંભલમાં 46 વર્ષ બાદ ખુલેલા પ્રાચીન કાર્તિકેય મંદિરનો શુક્રવારે એએસઆઈની ટીમે સર્વે કર્યો હતો. વહીવટીતંત્રે એએસઆઈને પત્ર લખીને મંદિરની કાર્બન ડેટિંગની માંગ કરી હતી. ચાર સભ્યોની ટીમે 5 તીર્થસ્થાનો અને 19 કુવાઓનો પણ સર્વે કર્યો હતો. આ દરમિયાન પ્રશાસને મીડિયાને કવરેજથી દૂર રાખ્યું હતું. એક દિવસ પહેલા જ પ્રશાસનની મહેસુલ વિભાગની ટીમે મંદિરની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી હતી.
સંભલનું સચ બહાર આવશે?
સંભલમાં મળેલા પ્રાચીન મંદિરની તપાસ માટે પ્રશાસને એએસઆઈને પત્ર લખ્યો હતો. પ્રશાસન મંદિરની કાર્બન ડેટિંગ કરવા માંગે છે. આનાથી મંદિર કેટલું જૂનું છે તેની માહિતી સામે આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ની ચાર સભ્યોની ટીમે 46 વર્ષ બાદ ફરી ખોલવામાં આવેલા કાર્તિકેય મંદિરના કાર્બન ડેટિંગની તપાસ માટે આ સ્થળની મુલાકાત લીધી હતી.
બપોરે એએસઆઈની ટીમ સંભલ પહોંચી સર્વેની કામગીરી પૂર્ણ કરી હતી. એએસઆઈની ટીમે મંદિર ઉપરાંત કુવાની કાર્બન ડેટિંગ પણ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સંભલ રાજેન્દ્ર પેંસિયાના જણાવ્યા અનુસાર મંદિરનો સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ થોડા સમય બાદ સામે આવશે.
આ મંદિર 400 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે
ખગ્ગુ સરાયમાં મળેલું આ મંદિર 400 વર્ષથી વધુ જૂનું હોવાનું કહેવાય છે. આ મંદિરમાં શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ મળી આવી છે. ડીએમ ડો.રાજેન્દ્ર પેંસિયાએ કાર્બન ડેટિંગ માટે એએસઆઈને એક પત્ર લખ્યો હતો. આ પછી તે સ્પષ્ટ થઈ જશે કે મંદિર અને કુવો કેટલો જૂનો છે. મહેસૂલ વિભાગે આ મંદિરનું નિરીક્ષણ કર્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી અને શિવલિંગની મૂર્તિ માપવામાં આવી હતી. સ્થળ પર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી.
આ પણ વાંચો - જયપુર અજમેર હાઈવે પર LPG ટેન્કરમાં બ્લાસ્ટથી 11 ના મોત, દૂર-દૂર ફેલાઇ આગ, જુઓ ભયાનક VIDEO
કાર્બન ડેટિંગ એટલે શું?
કાર્બન ડેટિંગને રેડિયો કાર્બન ડેટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાર્બન ડેટિંગથી કોઇ જિવાશ્મ અથવા પુરાતત્ત્વીય વસ્તુની ઉંમર વિશે નિર્ણાયક માહિતી મળી જાય છે. પરંતુ હકીકતમાં એવું નથી આ માત્ર કોઈ પણ વસ્તુની અંદાજિત ઉંમર દર્શાવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર દરેક પ્રાચીન વસ્તુ પર સમય સાથે કાર્બનના ત્રણ આઇસોટોપ આવે જાય છે, જે પૃથ્વીની કુદરતી પ્રક્રિયાઓને કારણે થાય છે. જેમાં કાર્બન-12, કાર્બન-13 અને કાર્બન-14નો સમાવેશ થાય છે.
ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ માત્ર કાર્બન-14 દ્વારા જ થાય છે. કાર્બન ડેટિંગ ફક્ત તે જ વસ્તુઓની હોઈ શકે છે જેના પર કાર્બનની માત્રા હાજર હોય છે. ખાસ કરીને કાર્બન-14 હોવું જરૂરી છે. કાર્બન-12 સ્થિર છે, તેનું પ્રમાણ ઘટતું નથી. જ્યારે કાર્બન-14 રેડિયોએક્ટિવ હોય છે અને તેનું પ્રમાણ ઘટવા લાગે છે. કાર્બન-14 લગભગ 5,730 વર્ષોમાં પોતાની માત્રાનું અડધું રહી જાય છે. તેને હાફ-લાઇફ કહેવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us