Samsung Galaxy Z Fold 5 Launched : સેમસંગે બુધવારે (26 જુલાઈ 2023) પોતાનો નેક્સ્ટ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. Samsung Galaxy Z Fold 5 અને Galaxy Z Flip 5 સ્માર્ટફોન Galaxy Unpacked 2023 ઇવેન્ટમાં લોન્ચ થયો હતો. સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5 સ્માર્ટફોનમાં 7.6 ઇંચનીInfinity Flex Dynamic AMOLED 2X સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોલ્ડેબલ ફોનમાં 4 મેગાપિક્સલનો અંડર ડિસ્પ્લે કેમેરો મળે છે. જાણો ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5 સ્માર્ટફોનની કિંમત અને તમામ સ્પેસિફિકેશન્સ…
Samsung Galaxy Z Fold 5 સ્પેસિફિકેશન્સ
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5 સ્માર્ટફોનમાં 7.6 ઇંચ (2176 x 1812 પિક્સલ) QXGA + 21.6: 18 ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 374ppi છે. આ સ્ક્રીન 1-120 હર્ટ્ઝનો એડેપ્ટિવ રિફ્રેશ રેટ આપે છે. ડિસ્પ્લે HDR10+ અને 1750 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. સેમસંગના લેટેસ્ટ ફોલ્ડેબલ ફોનમાં 6.2 ઇંચ (2316 x 904 પિક્સલ) 23.1: 9 એચડી + ડાયનેમિક એમોલેડ 2X કવર ડિસ્પ્લે છે. સ્ક્રીનની ડેનસિટી 402ppi છે. સ્ક્રીન 48 થી 120 હર્ટ્ઝ એડેપ્ટિવ રિફ્રેશ રેટ આપે છે. કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન માટે આપવામાં આવ્યું છે.
ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5 સ્માર્ટફોનમાં 3.36 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 Gen 2 પ્રોસેસર છે, જે ગેલેક્સી 4એનએમ મોબાઇલ પ્લેટફોર્મ છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 740 GPU આપવામાં આવ્યું છે. સેમસંગના આ ફોનમાં 12 જીબી રેમ સાથે 256 જીબી/512 જીબી અને 1ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ ફોન એન્ડ્રોઇડ 13 બેઝ્ડ One UI 5.1.1 સાથે આવે છે.
આ પણ વાંચો – ઓપ્પો કે 11 લોન્ચ,₹ 21000 ની કિંમતથી શરૂ,ખાસ ફીચર્સ વિષે જાણો
Samsung Galaxy Z Fold 5 માં ડ્યુઅલ સિમ અને eSIM સપોર્ટ મળે છે. ફોનમાં અપર્ચર એફ/1.8, OIS અને ડ્યૂલ પિક્સલ AF સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 12 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ અને 10 મેગાપિક્સલ ટેલિફોટો સેન્સર વાળો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. કેમેરામાં 30X સ્પેસ ઝૂમ ઓફર કરે છે. સેમસંગના આ ફોનમાં એપર્ચર એફ/2.2 સાથે 10 મેગાપિક્સલનો ફ્રન્ટ અને 4 મેગાપિક્સલ અંડર ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરો મળે છે. ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ ફીચર્સ આપવામાં આવ્યા છે.
Galaxy Z Fold 5 માં ફિંગરપ્રિન્ટ સેન્સર અને વોટર-રેજિસ્ટેન્ટ (IPX8) સેન્સર આપવામાં આવ્યા છે. ફોલ્ડ થવા પર હેન્ડસેટના ડાઇમેંશન 154.9x 67.1 x 13.4mm અને અનફોલ્ડ રહેવા પર 154.9x x 129.9 x 6.1mm હોય છે. હેન્ડસેટનું વજન 253 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 6E, બ્લૂટૂથ 5.3, જીપીએસ, યુએસબી ટાઇપ-સી, એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ લેટેસ્ટ ફોલ્ડેબલ ફોનમાં 4400mAhની બેટરી આપવામાં આવી છે જે 25W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરી 4.5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે. સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5ને આઈસ બ્લુ, ફેન્ટમ બ્લેક અને ક્રીમ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ તેની સાથે વિવિધ પ્રકારના સ્ટાઇલિશ કવર, સ્લિમ્સ પેન કેસ, ક્લિયર ગેજેટ કેસ, ઇકો લેધર કેસ અને સ્ટ્રેપ સાથે સ્ટેન્ડિંગ કેસ પણ લોન્ચ કર્યો છે.
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5ની કિંમત અને ઉપલબ્ધતા
ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5ના 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1799.99 ડોલર (લગભગ 1,47,650 રૂપિયા) છે. જ્યારે 512 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1919.99 ડોલર (લગભગ 1,57,495 રૂપિયા) રાખવામાં આવી છે. જ્યારે 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટ ખરીદવા માટે 2159.99 ડોલર (લગભગ 1,77,180 રૂપિયા) ખર્ચ કરવો પડશે. આ સ્માર્ટફોન આજથી (26 જુલાઈ) પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને પસંદગીના દેશોમાં ફોનનું વેચાણ 11 ઓગસ્ટથી શરૂ થશે. ભારતમાં ફોનની કિંમત આવતીકાલે (27 જુલાઈ) સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે.