Sandeshkhali Controversy | સંદેશખાલી વિવાદ : આ કાંડ બાદ અડધી વસ્તી ગેમ ચેન્જર હશે, BJP-TMC વચ્ચે વિશ્વસનીયતાની લડાઈ

સંદેશખાલી વિવાદ ટીએમસી માટે નુકશાન અને ભાજપ માટે ગેમ ચેન્જર બની શકે છે. મમતા બેનરજીની પાર્ટી કેટલાક મામલે બેકફૂટ પર છે, તો ભાજપ આક્રમકતાથી મહિલા વોટબેન્કને પોતાના તરફી કરવા પ્રયત્ન કરી રહી.

Written by Kiran Mehta
Updated : March 05, 2024 19:55 IST
Sandeshkhali Controversy | સંદેશખાલી વિવાદ : આ કાંડ બાદ અડધી વસ્તી ગેમ ચેન્જર હશે, BJP-TMC વચ્ચે વિશ્વસનીયતાની લડાઈ
સંદેશખાલી વિવાદ : મહિલા વોટબેન્ક માટે ભાજપ vs ટીએમસી આમને-સામને (ફોટો - એક્સપ્રેસ)

લોકસભા ચૂંટણી 2024 : પશ્ચિમ બંગાળમાં મહિલા વોટ બેંક એટલે કે, અડધી વસ્તીની વોટ બેંક, જે ટીએમસી અને ભાજપ બંને માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ વોટબેંકના આધારે 2021 ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ ભાજપને ખરાબ રીતે હરાવ્યું હતું, જો કે ભાજપની બેઠકો પણ અણધારી રીતે પશ્ચિમ બંગાળમાં વધી હતી. તેમજ આજ રીતે લોકસભાની ચૂંટણી 2019 માં ભાજપને 283 થી 303 સુધી પહોંચાડવામાં પણ પશ્ચિમ બંગાળનો મહત્તવનો રોલ રહ્યો હતો, જ્યાં ભાજપે શાનદાર પ્રદર્શન કરી અને 18 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં, લોકસભાની ચૂંટણી પહેલા સંદેશખાલી વિવાદ ભાજપ માટે વોટ બેંકની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે, કારણ કે અહીં આખી રમત પર્સેપ્શનની છે.

સંદેશખાલી વિવાદે ભાજપને તેની મહિલા વોટ બેંક વધારવાની તક પૂરી પાડી છે. આના દ્વારા, પાર્ટી 2024 ની રાજકીય લડાઈમાં સીએમ મમતા બેનર્જીને ઘેરી શકે છે, જે TMC ની મહિલા ક્વોટા વોટ બેંક માટે સૌથી મોટો ફટકો સાબિત થઈ શકે છે કારણ કે, પાર્ટીએ ઘણી ચૂંટણીઓ એકતરફી મહિલા આધારિત યોજનાઓથી જીતી છે.

તાજેતરમાં, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંગાળની બે દિવસીય મુલાકાતે હતા, ત્યારે સ્થાનિક નેતૃત્વની જેમ તેમણે પણ ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી વિસ્તારને લઈને ટીએમસીને આડે હાથ લીધી હતી. જો કે ટીએમસીએ સંદેશખાલી વિવાદના મુખ્ય આરોપી શાહજહાં શેખને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ટીએમસી અને મમતા બેનર્જી આ મુદ્દે બેકફૂટ પર છે.

ટીએમસી કેમ બેકફૂટ પર

શાહજહાં શેખનું નામ ટીએમસી સાથે જોડવાના કારણે સંદેશખાલીમાં ટીએમસી સામે લોકોમાં રોષ છે. જો કે, ટીએમસીનો આરોપ છે કે, બંગાળમાં ભાજપ અને આરએસએસએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા આદિવાસી સમુદાયના લોકોને મુદ્દો બનાવીને રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો છે. પીએમ મોદીએ પોતાની રેલીમાં ટીએમસી જ નહીં પરંતુ ઈન્ડિયા એલાયન્સના ઘટક પક્ષો પર પણ નિશાન સાધ્યું હતું.

ખાસ વાત એ છે કે, તેઓ પશ્ચિમ બંગાળના બારાસતમાં 7 માર્ચે ફરી એકવાર ભાજપ મહિલા મોરચાની રાષ્ટ્રીય બેઠકને સંબોધવાનું છે, જ્યાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપરાંત સંદેશખાલીની ઘણી મહિલાઓ પણ સંબોધિત થવાની છે. આ સિવાય 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, તેથી આ અવસર પર તે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી શકે છે.

ભાજપ પર ટીએમસી આક્રમક બની રહી છે

બીજી તરફ સંદેશખાલીને લઈને આક્રમક બનેલી ભાજપને પણ એક ફટકો પડ્યો, કારણ કે ગયા શનિવારે ભાજપે તેના લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં એક નામ ભોજપુરાના ગાયક અને અભિનેતા પવન સિંહનું હતું. પવન સિંહ દ્વારા તેમના ગીતોમાં બંગાળી મહિલાઓ વિરુદ્ધ અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવા પર ટીએમસી ભાજપ પર આક્રમક બની હતી.

ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ પણ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી અંગે ભાજપ પર કટાક્ષ કર્યો હતો અને સવાલ ઉઠાવ્યો હતો કે, 195 ઉમેદવારોમાંથી માત્ર 28 જ મહિલાઓ હતી, જે માત્ર 14 ટકા છે. આવી સ્થિતિમાં મહિલાઓ માટે 33% અનામતનું શું થયું? મહુઆએ સવાલ ઉઠાવ્યો કે, સ્ત્રી શક્તિ અને પૂજા ક્યાં છે?

બંગાળનું રાજકારણ કેમ રસપ્રદ બન્યું?

સંદેશાખલી વિવાદનો ઉદભવ અને પછી ભાજપ અને ટીએમસીએ આ મુદ્દે એકબીજા પર નિશાન સાધવું એ સૂચવે છે કે, આ વખતે પશ્ચિમ બંગાળમાં મહિલા મતદાતાઓ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્પષ્ટપણે સ્વીકારી રહ્યા છે કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે સંદેશખાલી એક મોટો મુદ્દો બનવા જઈ રહ્યો છે. તો, ટીએમસી મૂંઝવણમાં છે કારણ કે, ઘણા મંત્રીઓ પર પહેલાથી જ ભ્રષ્ટાચારના કેસ તો છે અને હવે મહિલાઓની જાતીય સતામણી સાથે સંબંધિત કેસ તેમને નુકસાન પહોંચાડી શકે છે, તેઓએ પણ આ વાતને ચૂપચાપ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો – સંદેશખાલીનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ શુ કહ્યું હતુ – જુઓ પુરો અહેવાલ

આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે, પશ્ચિમ બંગાળ ભાજપનો 370 સીટોનો લક્ષ્યાંક પૂરો કરવામાં, અહીંના 18ના આંકડાને ક્યાં સુધી વધારવામાં મદદ કરશે અથવા સીએમ મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી ભાજપ સામે લડશે કે નહી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ