Rajiv Gandhi Assassination Case: રાજીવ ગાંધી હત્યા કેસમાં મુક્ત થયેલા સંથનનું ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન

Rajiv Gandhi News: સંથનનું નિધન, તમને જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા માટે સંથન દોષિત હતો, જેને આજીવન કેદની સજા થઈ હતી, પરંતુ 2022માં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

Rajiv Gandhi News: સંથનનું નિધન, તમને જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા માટે સંથન દોષિત હતો, જેને આજીવન કેદની સજા થઈ હતી, પરંતુ 2022માં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Rajiv Gandhi News, Rajiv Gandhi Assassination Convicts Santhan Die, Rajiv Gandhi Assassination Case

રાજીવ ગાંધી હત્યા કેસમાં મુક્ત થયેલા સંથનનું નિધન

Rajiv Gandhi Assassination Convicts Santhan Die: દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં મુક્ત થયેલા દોષિત સંથનનું અવસાન થયું. તેણે બુધવારે ચેન્નાઈની રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Advertisment

હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, સંતને સવારે 7:50 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ લિવર ફેલ્યોર સાથે ક્રિપ્ટોજેનિક સિરોસિસથી પીડિત હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને 27 જાન્યુઆરીએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંથાનને ગંભીર હાલતમાં રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંથન (55) ને તિરુચીની મહાત્મા ગાંધી મેમોરિયલ સરકારી હોસ્પિટલમાંથી અહીં રેફર કરવામાં આવ્યા હતા.

રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલના ડીન ઇ થેરાનીરાજને જણાવ્યું હતું કે, બુધવારે સવારે 4 વાગ્યાની આસપાસ સંથાનને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, તત્કાલીક CPR પ્રક્રિયા બાદ તેનો શ્વાસ પાછો આવ્યો હતો અને તેને ઓક્સિજન આપવામાં આવ્યો હતો અને વેન્ટિલેટર સપોર્ટ પર પણ મૂકવામાં આવ્યો હતો. જો કે, સંથને સારવાર બાદ પણ આજે સવારે 7.50 વાગ્યે તેનું નિધન થયું. તેમણે કહ્યું, 'પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે… મૃતદેહને શ્રીલંકા મોકલવા માટે કાનૂની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.'

Advertisment

તમને જણાવી દઈએ કે, રાજીવ ગાંધીની હત્યામાં છૂટેલા છ દોષિતોમાંનો એક હતો જેમને અગાઉ આજીવન કેદની સજા થઈ હતી. 2022માં છૂટા થવાના આદેશ બાદ તેણે પત્ર લખીને ઘરે પરત ફરવાની અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે વર્ષ 2022 માં છ દોષિતોને મુક્ત કર્યા હતા

11 નવેમ્બર, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા છ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશના બીજા દિવસે, સંથન, નલિની, શ્રીહરન, રોબર્ટ પાયસ, જયકુમાર અને રવિચંદ્રનને 32 વર્ષ પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - ચાર મહિના સુધી રાહુલ ગાંધીને મળવાનો પ્રયાસ કર્યા બાદ અશોક ચવ્હાણને ત્રણ શબ્દનો આવો મેસેજ મળ્યો

આ રીલીઝ બાદ પણ એક મુશ્કેલી હતી. નલિની અને રવિચંદ્રનને તેમના પરિવારજનોને મળવા દેવાયા હતા, પરંતુ અન્ય ચારને ત્રિચી સેન્ટ્રલ જેલમાં ખાસ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. કારણ કે ચારેય શ્રીલંકાના નાગરિક હતા.

ગુજરાતી ન્યૂઝ દેશ