શહેરોમાં હવે ઉડશે ‘એર ટેક્સી’, જલદી શરુ થશે સફર, જાણો ભાડુ, સ્પીડ અને લોન્ચિંગ ડેટ

Air Taxi in India : સરલા એવિએશનની સ્ટાર્ટઅપ ઝીરો એર ટેક્સી ટૂંક સમયમાં જ દેશના ઘણા મોટા શહેરોમાં શરૂ કરશે. તેની શરૂઆત બેંગ્લુરુથી થશે. ત્યારબાદ તેને મુંબઈ અને દિલ્હીમાં પણ લોન્ચ કરવામાં આવશે

Air Taxi in India : સરલા એવિએશનની સ્ટાર્ટઅપ ઝીરો એર ટેક્સી ટૂંક સમયમાં જ દેશના ઘણા મોટા શહેરોમાં શરૂ કરશે. તેની શરૂઆત બેંગ્લુરુથી થશે. ત્યારબાદ તેને મુંબઈ અને દિલ્હીમાં પણ લોન્ચ કરવામાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
air taxi, Air Taxi in India

સરલા એવિએશનની સ્ટાર્ટઅપ ઝીરો એર ટેક્સી ટૂંક સમયમાં જ દેશના ઘણા મોટા શહેરોમાં તેની સેવા શરૂ કરશે (તસવીર - @sarlaaviation)

Air Taxi in India: ભારતમાં હવાઈ મુસાફરી હવે માત્ર વિમાનો સુધી જ સીમિત નહીં રહે. સરલા એવિએશનની સ્ટાર્ટઅપ ઝીરો એર ટેક્સી ટૂંક સમયમાં જ દેશના ઘણા મોટા શહેરોમાં તેની સેવા શરૂ કરવા જઈ રહી છે. તેની શરૂઆત બેંગ્લુરુથી થશે. ત્યારબાદ તેને મુંબઈ અને દિલ્હીમાં પણ લોન્ચ કરવામાં આવશે.

Advertisment

ઝડપથી વધી રહ્યું છે એર મોબિલિટીનું ભવિષ્ય

સરલા એવિએશન કંપનીના સીઈઓ એડ્રિયન શ્મિટના જણાવ્યા અનુસાર આગામી પાંચ વર્ષમાં દેશભરમાં એર ટેક્સી સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે. હાલ 2028 સુધીમાં 30 ફ્લાઇંગ ટેક્સીઓ તૈનાત કરવાની યોજના છે. આ દિશામાં ઝડપ લાવવા માટે કંપની તેની ટીમનું વિસ્તરણ કરી રહી છે, જે જાન્યુઆરીમાં 20 સભ્યોથી વધીને હવે 47 થઈ ગઈ છે, અને વર્ષના અંત સુધીમાં તેને 120 પર લઈ જવાનું લક્ષ્ય ધરાવે છે.

ફંડિગ કેવી રીતે થશે અને કોણ રોકાણ કરી રહ્યું છે?

સ્ટાર્ટઅપને આગળ વધારવા માટે એક્સેલની આગેવાની હેઠળ સ્ટાર્ટઅપને 10 મિલિયન ડોલરની ફંડિગ મળી છે. આ રોકાણમાં ફ્લિપકાર્ટના બિન્ની બંસલ, જેરોધાના નિખિલ કામથ અને સ્વિગીના શ્રીહર્ષ મજેટી જેવા દિગ્ગજ સામેલ છે. જો કે કંપનીનું મુખ્ય ધ્યાન માત્ર સેવાઓ પૂરી પાડવા પર નહીં, પરંતુ ઇલેક્ટ્રિક એર ટેક્સી બનાવવા પર રહેશે.

કેવી હશે 'શૂન્ય એર ટેક્સી'?

  • સ્પીડ : 250 કિમી પ્રતિ કલાક
  • ફ્લાઈંગ રેન્જ: 160 કિ.મી.
  • પેલોડ ક્ષમતા: 680 કિગ્રા
  • બેસવાની ક્ષમતા: 6 મુસાફરો + 1 પાઇલટ
  • પ્રોપલ્શન સિસ્ટમઃ 7 ઇલેક્ટ્રિક મોટર્સ આધુનિક ટેકનોલોજી અને પોષાય તેવી મુસાફરી
Advertisment

આ પણ વાંચો - વકફ પાસે દરેક રાજ્યમાં હાલ કેટલી છે પ્રોપર્ટી? જાણો

ઇવીટીઓએલ (ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ) ટેક્નોલોજીથી સજ્જ આ એર ટેક્સી રન-વે વિના સીધી ઊભી રીતે ઉડી શકશે. તેમાં 6-સીટર અને 4-સીટર કન્ફિગરેશન તેમજ કાર્ગો વર્ઝનમાં પણ ઉપલબ્ધ હશે, જે યાત્રી પરિવહન સાથે ટ્રાન્સપોર્ટેશનમાં પણ અસરકારક રહેશે. સામાન્ય મુસાફરોને ભાડા પોસાય તેવા બનાવવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં લાગી સરકાર

ભારત સરકાર 2026 સુધીમાં એર ટેક્સીઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર પણ કામ કરી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ ઇવીટીએલ એરક્રાફ્ટના ઉડ્ડયન લાયકતા પ્રમાણપત્ર માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ ઉપરાંત ડોમેસ્ટિક એરલાઇન ઇન્ડિગોએ અમેરિકન કંપની આર્ચર એવિએશન પાસેથી 200 એર ટેક્સીનો ઓર્ડર પણ આપ્યો છે, જે 2026 સુધીમાં સેવામાં આવશે.

શૂન્ય એર ટેક્સી ભારતમાં એર મોબિલિટીનો નવા યુગ શરુ કરવા માટે તૈયાર છે. ભવિષ્યમાં આ સેવા મેટ્રો શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા અને મુસાફરીનો સમય ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. હવે જોવું રહ્યું કે આ ઇનોવેશન સામાન્ય લોકોની મુસાફરીની ટેવમાં કેટલો ફેરફાર કરે છે.

india ટેકનોલોજી દેશ