SBI ના એફિડેવિટમાં મોટા ખુલાસા: ખરીદવામાં આવ્યા 22,217 ચૂંટણી બોન્ડ, 22,030 વટાવવામાં આવ્યા

એસબીઆઈએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી બોન્ડ કેટલા ખરીદવામાં આવ્યા અને કેટલા વટાવી લેવામાં આવ્યા સહિતની માહિતી ચૂંટણી પંચને સોંપી છે.

એસબીઆઈએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી બોન્ડ કેટલા ખરીદવામાં આવ્યા અને કેટલા વટાવી લેવામાં આવ્યા સહિતની માહિતી ચૂંટણી પંચને સોંપી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
SBI election bond data

એસબીઆઈએ ચૂંટણી બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપ્યો (ફોટો - એક્સપ્રેસ)

Election Bond matters : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એફિડેવીટમાં ઇલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલા ડેટા ચૂંટણી પંચને સુપરત કર્યા છે. SBI દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર 1 એપ્રિલ 2019થી 11 એપ્રિલ 2019 સુધી 3346 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી 1609 બોન્ડ રિડીમ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 12 એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં 18,871 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી 20,421 બોન્ડ રિડીમ કરવામાં આવ્યા હતા.

Advertisment

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલી માહિતી મુજબ તેમની પાસેથી કુલ 22,217 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા અને 22,030 બોન્ડ રિડીમ કરવામાં આવ્યા હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એસબીઆઈના ચેરમેને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું કે, તેમના આદેશ બાદ બેંકે ચૂંટણી પંચને દરેક બોન્ડ ખરીદવાની તારીખ, ખરીદનારનું નામ અને ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડની કિંમત વિશે જાણકારી આપી છે.

Advertisment

સોગંદનામામાં જણાવાયું છે કે, બેંકે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડના એન્કેશમેન્ટની તારીખ, બોન્ડ દ્વારા નાણાં મેળવનાર રાજકીય પક્ષનું નામ અને ઇલેક્ટોરલ બોન્ડની કિંમત વિશે પણ માહિતી આપી છે.

એસબીઆઈનું કહેવું છે કે, આ ડેટા 12 એપ્રિલ, 2019 થી 15 ફેબ્રુઆરી, 2024 ની વચ્ચે ખરીદવામાં આવેલા અને રિડીમ કરવામાં આવેલા બોન્ડના સંદર્ભમાં છે.

ગુજરાતી ન્યૂઝ સુપ્રીમ કોર્ટ દેશ