Science News: રોબોટ હવે માનવ જેવા દેખાશે, વૈજ્ઞાનિકોએ રોબોટના ચહેરા સાથે જીવંત ત્વચા જોડવાની રીત શોધી

Science News in Gujarati: રોબોટ હવે જીવંત ત્વચા સાથે અસલ માનવ જેવા દેખાશે. વૈજ્ઞાનિકોએ રોબોટ ચહેરા સાથે જીવંત ત્વચાને જોડવાની રીત શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોનો આ પ્રયાસ વધુ સફળ રહ્યો તો આવનારા સમયમાં રોબોટ માણસ જેવો જ દેખાશે.

Written by Haresh Suthar
July 04, 2024 14:14 IST
Science News: રોબોટ હવે માનવ જેવા દેખાશે, વૈજ્ઞાનિકોએ રોબોટના ચહેરા સાથે જીવંત ત્વચા જોડવાની રીત શોધી
Science News in Gujarati: વૈજ્ઞાનિકાએ માનવીય ત્વચાને રોબોટ સાથે જોડવાની રીત શોધી કાઢી, જે ઘણી મહત્વની છે. (ફોટો સ્ત્રોત: સેલ રિપોર્ટ્સ ફિઝિક્સ સાયન્સ)

Robot Look Alive, Science News in Gujarati: રોબોટ હવે અસલ માનવ જેવા જ દેખાય તો નવાઇ નહીં. ટોક્યો યુનિવર્સિટી વૈજ્ઞાનિકોએ જીવંત માનવ ત્વચાને રોબોટ સાથે જોડવાની નવી રીત શોધી કાઢી છે. આ શોધને પગલે હવે યંત્રમાનવ પણ જીવંત માનવ જેવો દેખાશે. વૈજ્ઞાનિકોને માનવની ત્વચાને રોબોટના ચહેરા પર આબેહુબ લાગે એ રીતે જોડવામાં સફળતા મળી છે.

ટોક્યો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રોબોટ ચહેરા સાથે જીવંત ત્વચાના કોષોને જોડવાની રીત શોધી કાઢી છે. આ સફળતા રોબોટ્સને વધુ વાસ્તવિક રીતે સ્મિત કરવા અને અન્ય માનવ અભિવ્યક્તિઓની નકલ કરવાની મંજૂરી આપી શકે છે. જેને પગલે રોબોટ પણ હવે માનવની જેમ ચહેરા પર લાગણીઓ વ્યક્ત કરી શકશે.

ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સાયન્સના પ્રોફેસર શોજી ટેકયુચીની આગેવાની હેઠળની સંશોધન ટીમે આ અદભુત શોધ કરી છે. માનવ ત્વચાના અસ્થિ બંધન કે જેને એન્કર્સ કહે છે એ જીવંત ત્વચાને રોબોટ પર લગાવવામાં સફળતા મળી છે. એન્કર્સ રોબોટના બાહ્ય ભાગ પર નાના વી આકારના છિદ્રોમાં કોલેજન જેલ લગાવીને બનાવવામાં આવી છે જે જીવંત ત્વચાનો જ એક ભાગ છે.

તેમણે આગળ કહ્યું કે નવી પદ્ધતિ વધુ સીમલેસ અને ટકાઉ જોડાણ પ્રદાન કરે છે. મજબૂત સંલગ્નતા પદ્ધતિ સાથે જોડાયેલી માનવ ત્વચાની લવચીકતા તેને યાંત્રિક રીતે ત્વચાને ફાડ્યા વિના અથવા કોઈપણ નુકસાન પહોંચાડ્યા વિના જોડી બતાવી છે.

ટેકયુચીએ કોલેજનનો ઉપયોગ કરીને જીવંત રોબોટ ત્વચા પણ વિકસાવી છે, જે માનવ ત્વચા અને માનવ ત્વચાના ફાઇબ્રોબ્લાસ્ટ્સમાં હાજર પ્રોટીન છે, જે જોડાયેલી પેશીઓમાં મુખ્ય કોષ પ્રકાર છે, જે લગાવવાથી રોબોટિક આંગળીઓ પણ માનવીય ત્વચાની જેમ તૂટ્યા વિના વળી શકે છે.

વિજ્ઞાન અંગે લેટેસ્ટ સમાચાર જાણવા અહીં ક્લિક કરો

અગાઉના અભિગમોની તુલનામાં આ એક અદ્ભૂત શોધ છે. અગાઉ જે પ્રયાસ કરાયા હતા એમાં રોબોટ પર લગાવેલી ત્વચા વાળવાથી તૂટી જતી હતી અને ઘણીવાર ત્વચાને નુકસાન થતુ હતું. સંશોધકો કહે છે કે નવી પદ્ધતિ રોબોટ્સને ત્વચાને જાતે જ સાજા કરવાની મંજૂરી આપે છે, એટલે કે ભવિષ્યના રોબોટ્સ સૈદ્ધાંતિક રીતે માણસોની જેમ જ તેમની પોતાની ત્વચાની પેશીઓને સુધારશે. જો કે, ટેક્નોલોજીને બજારમાં પહોંચતા પહેલા હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે.

આ પણ વાંચો: ઇસરો આદિત્ય એલ-1 સફળ, સૂર્ય-પૃથ્વીની પ્રથમ હેલો પરિક્રમા કરી પૂર્ણ

ઘણા સમયથી, માનવ ત્વચાને રોબોટ (યંત્ર માનવ) સાથે જોડવાના પ્રયાસ કરતી વખતે મુખ્ય સમસ્યાઓ પૈકીની એક વિકાસ પ્રક્રિયા દરમિયાન નરમ અને ભીની જૈવિક પેશીઓની હેરફેર હતી. પરંતુ આ નવી પદ્ધતિ સાથે ઘણી અસક્સીર અને અસરકારક છે. વૈજ્ઞાનિક ટીમ સૂચવે છે કે આ સંશોધન ત્વચા વૃદ્ધત્વ, પ્લાસ્ટિક સર્જરી અને સૌંદર્ય પ્રસાધનો જેવી બાબતોમાં પણ મદદરુપ થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ