Chandra Grahan 2025 : ચંદ્રગ્રહણ 2025 LIVE આવી રીતે જુઓ, મોબાઇલમાં દેખાશે લાલ ચંદ્ર

Chandra Grahan 2025 Live streaming : આ વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ બ્લડ મૂનને ભારતમાં લોકો નરી આંખે સ્પષ્ટ રીતે જોઈ શકશે. ભારતમાં ચંદ્ર ગ્રહણ 2025 સમય, સુતક કાળ અને લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું તે જાણો.

Written by Ashish Goyal
Updated : September 06, 2025 17:46 IST
Chandra Grahan 2025 : ચંદ્રગ્રહણ 2025 LIVE આવી રીતે જુઓ, મોબાઇલમાં દેખાશે લાલ ચંદ્ર
Chandra Grahan 2025 : વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ ભારતમાં જોવા મળશે

Chandra Grahan 2025 Live streaming : ચંદ્રગ્રહણની આતુરતાનો અંત આવવાની તૈયારીમાં છે. આ વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ બ્લડ મૂનને ભારતમાં લોકો નરી આંખે સ્પષ્ટ રીતે જોઈ શકશે. જો તમે વિચારી રહ્યા છો કે ચંદ્રગ્રહણ ક્યારે છે, તો અમે તમને તેના વિશે દરેક વિગત જણાવી રહ્યા છીએ. ક્યારે, ક્યાં અને કેવી રીતે તમે આ ચંદ્રગ્રહણ જોઈ શકશો. ભારતમાં ચંદ્ર ગ્રહણ 2025ની તારીખ અને સમય, સુતક કાળ અને લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું તે જાણો.

ચંદ્રગ્રહણ ક્યારે છે?

આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ની રાત્રે થશે અને લગભગ 3.5 કલાક સુધી ચાલશે.

ગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:58 વાગ્યે (ભારતીય સમયાનુસાર) શરૂ થશે. તે 8 સપ્ટેમ્બરના રોજ સવારે 2:25 વાગ્યે (ભારતીય સમયાનુસાર)સમાપ્ત થશે.

આ સમય દરમિયાન ચંદ્ર લાલ થઈ જશે અને આ અદભૂત નજારો લગભગ 82 મિનિટ સુધી દેખાશે. આ સમયગાળો 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:00 વાગ્યે (ભારતીય સમયાનુસાર) શરુ થઇને 8 સપ્ટેમ્બરના રોજ સવારે 12:22 વાગ્યા સુધી ચાલશે.

પૂર્ણ ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે?

7-8 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપના વિવિધ ભાગોમાં દેખાશે. ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, પૂણે, લખનઉ, હૈદરાબાદ અને ચંદીગઢ જેવા મોટા શહેરો પરથી આ નજારો જોવા મળશે. જોકે તે હવામાન અનુકૂળ હોવા પર અને વાદળો અથવા પ્રદૂષણ તેની દૃશ્યતાને અવરોધે નહીં તેના પર નિર્ભર રહેશે.

ચંદ્ર કેમ લાલ થઈ જાય છે?

જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે સીધી આવે છે, ત્યારે તેનો સૌથી ઊંડો પડછાયો જેને અબ્રા કહેવામાં આવે છે તે ચંદ્રની સપાટી પર પડે છે. આ કારણે જ પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે. આ સમય દરમિયાન ચંદ્ર અંધકારમાં અદૃશ્ય થતો નથી, પરંતુ તાંબા અને ઘેરા લાલ આભામાં ચમકે છે.

આ પણ વાંચો – ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ, અંબાજી, શામળાજી, દ્વારકા, સોમનાથ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

આ અદ્ભૂત પરંતુ રહસ્યમય દૃશ્યનું કારણ પૃથ્વીનું વાયુમંડલ છે. જ્યારે સૂર્યપ્રકાશ વાયુમંડલમાંથી પસાર થાય છે, ત્યારે તે નાના તરંગ દૈર્દ્ય વાળા કિરણો (જેમ કે વાદળી અને જાંબલી) ને ફિલ્ટર કરે છે અને માત્ર લાંબા તરંગ દૈર્દ્ય વાળા લાલ અને નારંગી પ્રકાશ જ ચંદ્ર સુધી પહોંચે છે. આ કારણથી ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ દેખાય છે.

ચંદ્રગ્રહણ ક્યાં અને કેવી રીતે જોવું

Timeanddate.com પર સિટી લુકઅપ ટૂલ ઉપલબ્ધ છે, જ્યાં તમે તમારા શહેરનું નામ દાખલ કરીને ચંદ્રગ્રહણનો ચોક્કસ સમય જાણી શકો છો.

ચંદ્રગ્રહણ Live Streaming

જો તમે એવા વિસ્તારમાં નથી કે જ્યાંથી ચંદ્રગ્રહણ દેખાશે તો પણ તમે તેને લાઈવ જોઈ શકો છો. ઈટાલીના ખગોળ ભૌતિકશાસ્ત્રી જ્ઞાનલ્યુકા માસી દ્વારા સંચાલિત Virtual Telescope Project યુટ્યુબ પર આ ચંદ્રગ્રહણ અને “બ્લડ મૂન”નું જીવંત પ્રસારણ કરશે.

ગ્રહણ લાઇવ ક્યાં જોવું?

Timeanddate.com- આ વેબસાઈટ દરેક ગ્રહણની હાઇ ક્વોલિટી લાઈવ સ્ટ્રીમ બતાવે છે.

તમે સીધા timeanddate.com/live જઈ શકો છો અને 7 સપ્ટેમ્બર 2025 ની રાત્રે તેને જોઈ શકો છો.

NASA YouTube Channel

નાસા હંમેશા મોટી ખગોળીય ઘટનાઓનું YouTube Live Streaming કરે છે.

Space.com અને Drikpanchang.com જેવા પ્લેટફોર્મ પણ લાઇવ અપડેટ્સ આપશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ