/indian-express-gujarati/media/media_files/2026/02/22/sharad-pawar-2026-02-22-11-42-59.jpg)
Sharad Pawar : શરદ પવાર, NCP ના પ્રમુખ છે. Photograph: (X/ Sharad Pawar)
Maharashtra Political News : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારની તબિયત ફરી કથળી છે. તેમને પુણેના રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, ગયા અઠવાડિયે તેમની તબિયત કથળી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ચાર દિવસ પછી તેમને રજા આપવામાં આવી હતી.
રવિવારે સવારે શરદ પવારની તબિયત અચાનક લથડી હતી, ત્યારબાદ તેમને પુણેની રૂબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમયે તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે તેમની સાથે હાજર છે. સોશિયલ મીડિયા પર માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, 'હું આ સમયે બાબા સાથે છું. તેમના અમુક ટેસ્ટ કરવાના છે. તેઓ થોડીક નબળાઇ અનુભવી રહ્યા છે અને શરીરમાં ડિહાઇડ્રેટેડ પણ હોવાનું જાણવા મળ્યું છે. ”
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત સારી નથી. અજીત પવારના નિધન બાદ તેમની તબિયત કથળી રહી છે. છાતીમાં કફની ફરિયાદ બાદ જ તેમને બારામતીથી પુણે લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ડોક્ટરોની ટીમ પણ તેમના ઘરે આવી હતી. હવે ફરી એકવાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જો કે કેટલાક જરૂરી મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. હવે એક તરફ શરદ પવારની તબિયત સારી નથી, તો બીજી તરફ અજિત પવારના મોત પર સતત નવા સવાલો ઉઠી રહ્યા છે.
રોહિત પવારે રવિવારે આરોપ લગાવ્યો હતો કે બારામતી વિમાન દુર્ઘટનામાં સામેલ ખાનગી જેટ ઓપરેટર મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. તેમણે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી સંપૂર્ણ તપાસ અને ન્યાયની માંગ કરી છે.
રોહિત પવારના જણાવ્યા અનુસાર, વીએસઆર વેન્ચર્સનો ઘણા પ્રભાવશાળી લોકો સાથે સંબંધ છે. તેમાં રાજ્ય સરકાર સાથે સંકળાયેલા કેટલાક લોકો સામેલ છે અને શાસક પક્ષ સાથે સંકળાયેલા કેટલાક નામ રાષ્ટ્રીય સ્તરે પણ આવી શકે છે. તેમણે કહ્યું કે અજિત પવારને ત્યારે જ ન્યાય મળી શકે છે જ્યારે દેશના બે સૌથી શક્તિશાળી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ આ મામલે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us