કોંગ્રેસ સાથે વધતા મતભેદ વચ્ચે શશિ થરુરે કહ્યું - પીએમ મોદી સંવિધાનને પવિત્ર માને છે

Shashi Tharoor : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સ્વીકાર્યું કે તેમના પક્ષ સાથે મતભેદ ચાલી રહ્યા છે. આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. શશિ થરૂરે શનિવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંધારણને પવિત્ર માને છે.

Shashi Tharoor : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સ્વીકાર્યું કે તેમના પક્ષ સાથે મતભેદ ચાલી રહ્યા છે. આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. શશિ થરૂરે શનિવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંધારણને પવિત્ર માને છે.

author-image
Ashish Goyal
New Update
Shashi Tharoor

કોંગ્રેસ સાંસદ શશિ થરુર Photograph: (File Photo)

Shashi Tharoor : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સ્વીકાર્યું કે તેમના પક્ષ સાથે મતભેદ ચાલી રહ્યા છે. આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. શશિ થરૂરે શનિવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંધારણને પવિત્ર માને છે. શશિ થરૂરે 2016 માં અમેરિકન કોંગ્રેસમાં આપેલા પીએમ મોદીના ભાષણનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં પીએમ મોદીએ બંધારણને પોતાનું પવિત્ર પુસ્તક ગણાવ્યું હતું.

Advertisment

ભારતીય સંવિધાન સમયની કસોટી પર ખરું ઉતર્યું છે : શશિ થરૂર

કોઝિકોડમાં કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં બોલતા શશિ થરૂરે કહ્યું કે ભારતીય બંધારણ સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. તેમણે એક એવી પાર્ટીને તક આપી જેના વૈચારિક પૂર્વજો (આરએસએસ) એ ખુલ્લેઆમ બંધારણને નકારી કાઢ્યું હતું અને તેમ છતાં તે ટકી શક્યું હતું. શશિ થરૂરે યાદ અપાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા બાદ બંધારણને ખતમ કરવાની પાર્ટીની યોજનાઓ અંગે હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન એવો પણ રિપોર્ટ આવ્યો હતો કે આરએસએસના વિચારક કેએન ગોવિંદાચાર્ય નવા બંધારણનો ડ્રાફ્ટ લખી રહ્યા છે.

'ઓપરેશન સિંદૂર' પર થરુરે પીએમ મોદીના વખાણ કર્યા હતા

શશિ થરૂરે કહ્યું કે તેમણે ઓપરેશન સિંદૂર પર કડક વલણ અપનાવ્યું છે અને તે તેના માટે માફી માંગશે નહીં. પહેલગામ આતંકી હુમલા બાદ તેમણે ઈન્ડિયન એક્સપ્રેસ માટે એક કોલમ લખી હતી અને કહ્યું હતું કે તેમને સજા કર્યા વિના છોડવા ના જોઈએ. શશિ થરૂરે કહ્યું કે, જ્યારે પીએમ મોદીની આગેવાની હેઠળની સરકારે તેમ જ કર્યું જે તેમણે કહ્યું હતું. ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું.

કોંગ્રેસ પાર્ટી અને થરૂર વચ્ચે ચાલી રહ્યા છે મતભેદ

કોંગ્રેસ પાર્ટી અને થરૂર વચ્ચે મતભેદો છે અને આ વાતનો ખુલાસો ખુદ કોંગ્રેસના સાંસદે પણ કર્યો હતો. થરૂરે કહ્યું કે તેમને પાર્ટી સાથે કેટલાક મુદ્દાઓ છે જે તેઓ નેતૃત્વ સાથે ઉઠાવશે અને કોઈપણ આંતરિક મતભેદો મીડિયા દ્વારા નહીં પરંતુ સંગઠનની અંદર ચર્ચા થવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે ક્યારેય સંસદમાં પક્ષના જાહેર વલણનું ઉલ્લંઘન કર્યું નથી.

Advertisment

આ પણ વાંચો - શું અમેરિકા ભારત પરથી 25 ટકા ટેરિફ હટાવશે ? યુએસના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે આપ્યો નરમીનો સંકેત

તેમણે કહ્યું કે હું ફક્ત એટલું જ કહી શકું છું કે કેટલાક મુદ્દાઓ છે જે મારે મારા પક્ષના નેતૃત્વ સાથે ઉઠાવવા પડશે. કોઈ જાહેર મંચ પર નહીં.  હું સંસદ માટે દિલ્હી જઈ રહ્યો છું અને મને વિશ્વાસ છે કે મને પાર્ટી નેતૃત્વ સમક્ષ મારી ચિંતાઓ ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કરવાની અને તેમનો દ્રષ્ટિકોણ જાણવાની તક મળશે. યોગ્ય વાતચીત થશે. હું છેલ્લા 17 વર્ષથી કોંગ્રેસમાં છું. બહુ દૂર ન જાઓ. જ્યાં સુધી મને લાગેવળગે છે, જે કંઇ ખોટું થયું છે તેને સુધારવાની જરૂર છે અને તેને યોગ્ય મંચ પર સુધારવામાં આવશે. 

રાહુલ ગાંધીએ સ્ટેજ પર થરૂરનું નામ લીધું ન હતું

કેરળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)એ દિલ્હીમાં રાજ્યના ટોચના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, પરંતુ થરૂર તેમાં હાજર ન હતા. અહેવાલો અનુસાર કોચીમાં પાર્ટીની મોટી મહાપંચાયતમાં બનેલી ઘટના બાદ થરૂર નારાજ હોવાનું કહેવાય છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત કરતા મંચ પર હાજર અનેક નેતાઓના નામ લીધા હતા, પરંતુ થરૂરનું નામ લીધું ન હતું.

અહેવાલો અનુસાર, શશિ થરૂરને રાહુલ ગાંધી સ્ટેજ પર આવે તે પહેલા પોતાનું ભાષણ પૂરું કરવાનું કહેવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીના ઓછામાં ઓછા છ નેતાઓએ તેમની પછી ભાષણ આપ્યું હતું. નવેમ્બર 2024 માં, શશિ થરૂરે વંશવાદની રાજનીતિ પર એક લેખ લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે નહેરુ-ગાંધી પરિવારે આ વિચારને મજબૂત કર્યો હતો કે રાજકીય નેતૃત્વ જન્મસિદ્ધ અધિકાર હોઈ શકે છે. 

congress નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી