કંચન વાસદેવ | Sidhu Moose Wala Mother pregnancy : દિવંગત પંજાબી ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ, જેઓ સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતા છે, તેના માતા-પિતા ટૂંક સમયમાં જ તેમના પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કરવા તૈયાર છે. સિદ્ધુ મુસેવાલાની 56 વર્ષિય માતા ચરણ કૌર ગર્ભવતી છે અને ટૂંક સમયમાં જ એક બાળકને જન્મ આપશે, પરિવારના સૂત્રોએ પુષ્ટિ કરી છે.
સિદ્ધુ મુસેવાલા, 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર મનસા થી અસફળ ચૂંટણી લડી હતી, તે જ વર્ષે 29 મેના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી.
લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય, સિદ્ધુ મુસેવાલાએ પોતાના ગીતો લખ્યા અને કંપોઝ કર્યા અને સૌથી ધનાઢ્ય પંજાબી ગાયકોમાંના એક ગણાતા હતા. તેમની હત્યા પછી પણ તેમના ઘણા ગીતો રિલીઝ થયા અને લાખો હિટ રેકોર્ડ થયા.
સિદ્ધુ મુસેવાલા તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. જોકે તેના માતા-પિતાએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ પરિવારના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, ડિલિવરી ટૂંક સમયમાં થવાની આશા છે.

એવી અટકળો છે કે, સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ ભટિંડા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો કે, તેમણે કહ્યું કે, તેમના રાજકારણમાં પ્રવેશથી કંઈપણ બદલાશે નહીં.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : એક મતની કિંમત શું છે? વાંચો ચૂંટણીમાં કેટલા પૈસા ખર્ચવામાં આવે છે
તાજેતરમાં, ચરણ કૌરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ‘દિલ્હી ચલો’ વિરોધમાં ભાગ લઈ રહેલા આંદોલનકારી ખેડૂતોને સમર્થન આપ્યું હતુ અને ખનૌરી બોર્ડર પર માર્યા ગયેલા ખેડૂત શુભકરણ સિંહ માટે ન્યાયની પણ માંગ કરી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સિદ્ધુ મુસેવાલા, દીપ સિદ્ધુ અને શુભકરણ સિંહની તસવીરો પોસ્ટ કરી હતી.





