/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/sidhu-moosewala-charan-kaur-Baby-Boy.jpg)
સિદ્ધુ મુસે વાલાના પિતાએ પુત્રની પહેલી ઝલક દેખાડી. બાજુમાં સ્વર્ગીય સિદ્ધુ મેસા વાલા (Photo - sardarbalkaursidhu)
Sidhu Moosewala Mother Charan Kaur Baby Boy Born : પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કોરે પુત્રને જન્મ આપ્યો છે. પિતા બલકોર સિંહે બાળકની પહેલી ઝલક સોશિયલ મીડિયા એક્સ પર શેર કરી છે. નોંધનિય છે કે, પંજાબી ગાયક સિદ્ધ મુસેવાલાની 29 મે, 2022ના રોજ પંજાબમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તાજેતરમાં સિદ્ધુ મુસ વાલાની માતા ચરણ કોરની પ્રેગનન્સીના સમાચાર આવ્યા હતા.
તમને જણાવી દઇયે કે, પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની મે - 2022માં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. એક વર્ષ બાદ સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતા વિશે સમાચાર આવવા લાગ્યા કે તેઓ ટૂંક સમયમાં જોડિયા બાળકોનું સ્વાગત કરવાના છે. જો કે બાદમાં સિદ્ધુના પિતાએ સ્પષ્ટતા કરી હતી કે એવું નથી, જે પણ થશે તેની માહિતી આપવામાં આવશે. હવે તેમના ઘરમાં બાળકની કિલકારી ગુંજી ઉઠી છે. સ્વર્ગીય પંજાબી સિંગરની માતા ચરણ કૌરે એક પુત્રને જન્મ આપ્યો છે. ખુદ પિતા બલકૌર સિંહે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને આ જાણકારી આપી છે. તેમણે બાળકની પહેલી ઝલક પણ બતાવી છે.
સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે પોતાના પુત્રની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ શેર કરવાની સાથે તેમણે લખ્યું, 'શુભદીપને પ્રેમ કરનારા લાખો-કરોડો લોકોના આશીર્વાદથી ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં આપ્યો છે. ભગવાનના આશીર્વાદથી, પરિવાર તંદુરસ્ત છે અને તમામ ચાહકોના અપાર પ્રેમ માટે આભારી છું. આ શેર કરવાની સાથે જ બલકૌર સિંહે બાળકની પહેલી ઝલક પણ બતાવી છે. નવજાત બાળક બલકૌર સિંહના ખોળામાં છે અને બાજુમાં સ્વર્ગીય સિદ્ધુ મુસેવાલાની તસવીર પણ છે. ચાહકો પણ તેને ઘણી બધી શુભકામનાઓ આપી રહ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Sidhu-Moose-Wala-Mother-Charan-Kaur-Pregnant.jpg)
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી: આ 10 મોટા નેતા નક્કી કરશે લોકસભા ચૂંટણીની દિશા અને દશા, જાણો શું છે તેમનામાં ખાસ
સિદ્ધુ મૂસેવાલાની 2022માં હત્યા
તમને યાદ અપાવી દઈએ કે સિદ્ધુ મૂસેવાલા એક લોકપ્રિય પંજાબી ગાયક છે. 29 મે 2022ના રોજ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ તેના પિતાનું એકમાત્ર સંતાન હતું. આવી સ્થિતિમાં, તેના મૃત્યુ પછી, તેના માતાપિતાએ પરિવાર માટે આઇવીએફ તકનીક અપનાવવાનું નક્કી કર્યું. હવે સિદ્ધુના ભાઈના જન્મના સમાચારે તેના ચાહકોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us