/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Rajasthan-Bus-Accident.jpg)
Bus Accident : રાજસ્થાનના સીકરમાં એક ખાનગી બસ પુલ સાથે અથડાતા દર્દનાક અકસ્માત સર્જાયો છે. (તસવીર - સ્ક્રીનગ્રેબ)
Laxmangarh Bus Accident, રાજસ્થાન બસ અકસ્માત : રાજસ્થાનના સીકરમાં એક ખાનગી બસ પુલ સાથે અથડાતા દર્દનાક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બસમાં સવાર 12 લોકોના મોતની પુષ્ટી થઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ અકસ્માત સીકર જિલ્લાના લક્ષ્મણગઢ વિસ્તારમાં થયો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચેલા સત્યેન્દ્ર ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઇજાગ્રસ્ત થયેલા લોકોમાંથી કેટલાકને જયપુર રિફર કરવામાં આવ્યા છે અને અન્યની સારવાર સીકરની એસકે હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે અને ઘટનાનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
37 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લાવવામાં આવ્યા
એસકે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ મહેન્દ્ર ખીચડે જણાવ્યું કે આ દુર્ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે. કુલ 37 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આમાંથી સાત દર્દીઓને જયપુર રિફર કરવામાં આવ્યા છે. રસ્તામાં જ બે દર્દીઓના મોત થયા હતા. ત્રણના સારવાર દરમિયાન મોત થયા હતા. હાલ એસકે હોસ્પિટલમાં 22-23 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો - પીએમ મોદીએ આ બે રાજ્યોના લોકોની માફી માંગી, કહ્યું – હું તમારી મદદ કરી શકતો નથી
મુખ્યમંત્રીએ શોખ વ્યક્ત કર્યો
અકસ્માતની જાણ થતાં જ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જીવન ગુમાવવું અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે, મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે મારી ઊંડી સંવેદના છે. અધિકારીઓ ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us