આ 9 દેશ પાસે છે અંદાજે 12,241 પરમાણુ શસ્ત્રો, જાણો ભારત અને પાકિસ્તાન પાસે કેટલા છે?

Nuclear Weapons : વિશ્વમાં સત્તાવાર રીતે કુલ નવ દેશો પાસે અણુશસ્ત્રો છે અને આ દેશોએ 2024માં અણુ આધુનિકીકરણના કાર્યક્રમો જોરશોરથી અમલમાં મૂક્યા છે

Written by Ashish Goyal
Updated : June 18, 2025 22:42 IST
આ 9 દેશ પાસે છે અંદાજે 12,241 પરમાણુ શસ્ત્રો, જાણો ભારત અને પાકિસ્તાન પાસે કેટલા છે?
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધને પગલે દુનિયા ફરી એકવાર પરમાણુ હથિયારોની વાત કરી રહી છે (Photo Source: Freepik AI)

Most Nuclear Armed Countries : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધને પગલે દુનિયા ફરી એકવાર પરમાણુ હથિયારોની વાત કરી રહી છે. ઇઝરાયેલે ઇરાનમાં પરમાણુ મથકો અને લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો છે. જેના જવાબમાં ઇરાને પણ ઇઝરાયેલી વિસ્તારની અંદર હવાઇ હુમલા કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાનના હાથમાં પરમાણુ હથિયાર હોઇ શકે નહીં અને જી-7 દેશોએ પણ આ યુદ્ધમાં ઈઝરાયલને પોતાનું સમર્થન આપ્યું છે. આ દરમિયાન અમે જણાવીશું કે હાલના સમયમાં વિશ્વમાં કેટલા પરમાણુ શસ્ત્રો છે અને કયા દેશ પાસે સૌથી વધુ છે?

ઇઝરાયેલ-ઇરાન યુદ્ધને પગલે જાહેર કરવામાં આવેલી યાદી

મધ્ય પૂર્વ એશિયામાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના એક રિપોર્ટ પર ચર્ચા થઇ રહી છે. વિશ્વના કેટલા દેશો પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે તેના આંકડા આપવામાં આવ્યા છે. આ મુજબ વિશ્વમાં સત્તાવાર રીતે કુલ નવ દેશો પાસે અણુશસ્ત્રો છે અને આ દેશોએ 2024માં અણુ આધુનિકીકરણના કાર્યક્રમો જોરશોરથી અમલમાં મૂક્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશોએ હાલમાં તેમની પાસે રહેલા પરમાણુ શસ્ત્રોની તાકાત વધારવા અને તેમના કાફલામાં તેમના સુધારેલા સંસ્કરણો ઉમેરવા પર કામ કર્યું છે.

શું છે SIPRI?

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા દર વર્ષે વિશ્વભરના દેશો દ્વારા રાખવામાં આવેલા શસ્ત્રોની સમીક્ષા કરે છે. SIPRI શસ્ત્રો તૈયાર કરવા, શસ્ત્રોનો નાશ કરવા અને તે મુજબ આંતરરાષ્ટ્રીય સુરક્ષાનું મૂલ્યાંકન કરવાના મુદ્દા પર વિવિધ રાષ્ટ્રો કેવી રીતે કામ કરી રહ્યા છે તે અંગેનો અહેવાલ તૈયાર કરે છે. રિપોર્ટ અનુસાર, વિશ્વના નવ દેશો પાસે કુલ 12,241 પરમાણુ શસ્ત્રો નોંધાયેલા છે.

કયા દેશ પાસે છે કેટલા પરમાણુ શસ્ત્રો

ક્રમદેશપરમાણું શસ્ત્રો
1રશિયા5459
2અમેરિકા5177
3ચીન600
4ફ્રાંસ290
5યુનાઇટેડ કિંગડમ225
6ભારત180
7પાકિસ્તાન170
8ઇઝરાઇલ90
9ઉત્તર કોરિયા50

આ પણ વાંચો – પીએમ મોદીની સાયપ્રસ યાત્રા કેમ છે ખાસ? 7 પોઇન્ટ્સમાં સમજો, તુર્કીને પણ જશે સ્પષ્ટ સંદેશ

ભારત- પાકિસ્તાન પાસે કેટલા પરમાણુ હથિયાર છે?

SIPRI દ્વારા સંકલિત કરવામાં આવેલી માહિતી અનુસાર, ભારત અને પાકિસ્તાન પરમાણુ હથિયારોથી સજ્જ દેશોમાં સામેલ છે. તેમાં જણાવાયું છે કે ભારત પાસે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ શસ્ત્રો છે. જાન્યુઆરી 2025 સુધીમાં ભારત પાસે લગભગ 180 પરમાણુ શસ્ત્રો છે જ્યારે પાકિસ્તાન પાસે 170 ની આસપાસ છે. આ દરમિયાન ચીન પાસે ભારત અને પાકિસ્તાન બંનેની તુલનામાં મોટી સંખ્યામાં પરમાણુ હથિયારો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2025માં ચીન પાસે અંદાજે 600 પરમાણુ હથિયાર છે.

રશિયા પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર

નવ દેશોના આંકડા મુજબ રશિયા પાસે સૌથી વધુ 5,459 પરમાણુ હથિયારો છે. રશિયા અને અમેરિકા મળીને વિશ્વના કુલ અણુશસ્ત્રોના 90 ટકા શસ્ત્રો ધરાવે છે.

કેટલાક અન્ય દેશોમાં પણ પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. આ નવ દેશો ઉપરાંત વિશ્વના કેટલાક અન્ય દેશો પણ અણુશસ્ત્રો વિકસાવવાની ક્ષમતા ધરાવે છે. તે પૂર્વ એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોને આવરી લે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ