/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/suicide-bomb-attack-in-Pakistan-.jpg)
પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર આત્મઘાતી હુમલો થયો (તસવીર - સોશિયલ મીડિયા)
Suicide Bomb Attack in Pakistan : પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર આત્મઘાતી હુમલો થયો છે. અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ચીની નાગરિકોથી ભરેલા એક વાહન પર કરવામાં આવ્યો હતો, જેમાં છ લોકોના મોત થયા છે. ખાસ વાત એ છે કે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત હતી, પરંતુ તેમ છતાં વિસ્ફોટકોથી ભરેલા એક અજાણ્યા વાહને ચીની નાગરિકોના વાહનને ટક્કર મારી હતી અને વિસ્ફોટ થયો હતો.
ચીની નાગરિકો ઇસ્લામાબાદથી દાસુ જઇ રહ્યા હતા
આ હુમલામાં ગાડીના ડ્રાઇવરનું મોત થયું છે. નજીકની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ હુમલો થયો ત્યારે ચીની નાગરિકો ઇસ્લામાબાદથી દાસુ જઇ રહ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનમાં ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હોય. આ પહેલા પણ આવા જ આત્મઘાતી હુમલા થયા છે. ચીન દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી છે.
આ પહેલા પણ ચીનના લોકોને નિશાન બનાવ્યા છે
ગયા વર્ષે બલૂચિસ્તાનમાં ચાર ચીની એન્જિનિયરોને નિશાન બનાવવામાં આવ્યા હતા, આ તમામ આત્મઘાતી હુમલામાં માર્યા ગયા હતા. તેના સિવાય બે આતંકીઓ અને પાકિસ્તાની સેનાના જવાનો પણ માર્યા ગયા હતા. તેના બે વર્ષ પહેલા આ જ રીતે નવ ચીની નાગરિકોના મોત થયા હતા.
આ પણ વાંચો - જહાજ ટકરાતા જોત જોતામાં પુલ તુટી પડ્યો, ઘણી ગાડીઓ નદીમાં પડી, જુઓ Video
બલુચિસ્તાનમાં ચીનના પ્રોજેક્ટનો વિરોધ થઇ રહ્યો છે
બલુચિસ્તાનમાં છેલ્લા ઘણા વર્ષોથી ચીની નાગરિકો પર આવી જ રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે. લિબરેશન આર્મી અને ત્યાંના તેમના લડવૈયાઓ આવા હુમલા કરે છે. ચીનનું એક મોટું રોકાણ બલુચિસ્તાનમાં છે, સીપીઇસી પ્રોજેક્ટ પણ અહીંથી પસાર થાય છે, જેનો બલુચિસ્તાન દ્વારા લાંબા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલા માટે આવા આત્મઘાતી હુમલા થતા રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us