દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબાર, 10 લોકોના મોત અને ઘણા ઘાયલ થયા

johannesburg Shooting News : જોહાનિસબર્ગ નજીક બેકર્સડાલ વિસ્તારમાં અચાનક ભીડ પર ગોળીબાર કર્યો હતો. ગૌટેંગ પ્રાંતીય પોલીસના પ્રવક્તા બ્રેન્ડા મુરિડિલીએ જણાવ્યું હતું કે ગોળીબારમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

johannesburg Shooting News : જોહાનિસબર્ગ નજીક બેકર્સડાલ વિસ્તારમાં અચાનક ભીડ પર ગોળીબાર કર્યો હતો. ગૌટેંગ પ્રાંતીય પોલીસના પ્રવક્તા બ્રેન્ડા મુરિડિલીએ જણાવ્યું હતું કે ગોળીબારમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
johannesburg Shooting | johannesburg news

Shooting In johannesburg : જોહાનિસબર્ગમાં અજાણ્યા શખ્સે ગોળીબાર કરતા 10 લોકોના મોત થયા છે. (Photo : Social Media)

Johannesburg : દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ નજીક એક ટાઉનશિપ વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 10 અન્ય ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. હાલ ગોળીબાર કરનાર ગુનેગારોની ઓળખ વિશે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.

Advertisment

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે કેટલાક હુમલાખોરોએ જોહાનિસબર્ગ નજીક બેકર્સડાલ વિસ્તારમાં અચાનક ભીડ પર ગોળીબાર શરૂ કર્યો હતો. ગૌટેંગ પ્રાંતીય પોલીસના પ્રવક્તા બ્રેન્ડા મુરિડિલીએ જણાવ્યું હતું કે ગોળીબારમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જો કે, મૃતકોની ઓળખ અને સંખ્યાની વિગતો હજુ જાહેર થઈ નથી. આ હુમલા પાછળનો હેતુ પણ હાલમાં સ્પષ્ટ નથી.

પોલીસનું કહેવું છે કે જે વિસ્તારમાં ગોળીબાર થયો હતો ત્યાં દારૂનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે. હાલ તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ મહિનામાં 6 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકામાં વધુ એક મોટી ફાયરિંગની ઘટના સામે આવી હતી. તે સમયે રાજધાનીની એક હોસ્ટેલમાં અંધાધૂંધ ગોળીબારમાં 12 લોકોના મોત થયા હતા.

Advertisment
ક્રાઇમ ન્યૂઝ વિશ્વ