South Korea Plane Crash Tragedy In World: વિમાન પ્રવાસ હવાઈ મુસાફરીને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ અકસ્માત થાય છે, ત્યારે તેના પરિણામો ભયંકર હોય છે. દક્ષિણ કોરિયામાં સવારે લેન્ડિંગ વખતે વિમાન દૂર્ઘટના થઇ, જેમા મોટી સંખ્યામાં પ્રવાસીઓના મોત થયા છે. થાઇલેન્ડ ટેકઓફર થયા બાદ દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું અને આગ લાગી હતી. દૂર્ઘટનાગ્રસ્ત આ વિમાન બોઇંગ 737-800 હતું, જેમાં 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર્સ સવાર હતા અને થાઇલેન્ડની રાજધાની બેંગકોકથી પરત ફરી રહ્યા હતા. આ ભયંકર વિનાશક વિમાન ક્રેશ દૂર્ઘટના પૈકીની એક છે જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દુનિયાને આંચકો આપ્યો છે. અહીં, પાંચ વર્ષની સૌથી ભયાનક અને વિનાશક એરલાઇન્સ ક્રેસની ઘટનાઓ વિશે જાણકારી આપવામાં છે.
થાઇલેન્ડ થી દક્ષિણ કોરિયા વિમાન દૂર્ઘટના: એક વિનાશક અકસ્માત
દક્ષિણ કોરિયાનામુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 29 ડિસેમ્બર, 2024ના રોજ વિમાન દૂર્ઘટના થઇ છે. આ વિમાન બોઈંગ 737-800 હતું, જેમા 6 ક્રુ મેમ્બર સહિત 181 લોકો હતા. થાઇલેન્ડ ટેકઓફ થનાર જેજુ વિમાન દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી નીચે ઉતરી ગયું અને દિવાલ સાથે અથડાતા ભયાનક આગ લાગી હતી. આ વિમાન દૂર્ઘટનામાં 85 થી વધુ લોકોના મોત થયા છે. આ વિમાન દૂર્ઘટના એ ફરી એકવાર ઉડ્ડયન સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
લાયન એર ફ્લાઇટ 610: નવી ટેકનોલોજીની ઘાતક અસર
29 ઓક્ટોબર 2018ના રોજ જકાર્તાથી ઉડાન ભરતા જ લાયન એરફ્લાઇટ 610 જાવા સમુદ્રમાં પડી ગઇ હતી. વિમાનમાં સવાર તમામ 189 લોકોના મોત થયા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે વિમાનની એમસીએએસ સિસ્ટમ માં ટેકનિકલ ખામી હતી. આ સિસ્ટમ વિમાનને સ્થિર રાખવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ ખામીયુક્ત સેન્સરને કારણે, તે બેકફાયરિંગ કરતું રહ્યું. આ દુર્ઘટનાને કારણે બોઇંગના 737 મેક્સ વિમાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે એર ક્રાઇફ માંથી દૂર કરવાની ફરજ પડી હતી.
ઇથોપિયન એરલાઇન્સ ફ્લાઇટ 302: MCAS સિસ્ટમ
10 માર્ચ 2019ના રોજ ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી ઉડાન ભર્યાની થોડી મિનિટો બાદ વિમાન ક્રેશ થઇ ગયું હતું, જેમાં 157 લોકોના મોત થયા હતા. આ વિમાન લાયન એર જેવી તકનીકી ખામીઓનો પણ શિકાર બન્યું હતું. આ બંને વિમાન દૂર્ઘટનાને કારણે બોઇંગના મેક્સ વિમાનોની ડિઝાઇન અને પાઇલટ તાલીમ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
શ્રીવિજય એર ફ્લાઇટ 182: ટેકનોલોજી અને માનવીય ભૂલનું ભયંકર પરિણામ
9 જાન્યુઆરી 2021 ના રોજ, ઇન્ડોનેશિયાની શ્રીવિજય એર ફ્લાઇટ 182 ઉડાન ભર્યા પછી સમુદ્રમાં પડી ગઈ હતી, જેમાં 62 લોકો માર્યા ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે વિમાનની ઓટો-થ્રોટલ સિસ્ટમમાં ખરાબી છે, જેના કારણે પાયલટોએ કાબૂ ગુમાવ્યો હતો.
એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ 1344: ખરાબ હવામાનથી દૂર્ઘટના ઘટી
7 ઓગસ્ટ, 2020 ના રોજ, દુબઈથી ફ્લાઇટ કેરળના કોઝિકોડ એરપોર્ટ પર ઉતરતી વખતે ભીના રનવે પરથી લપસી ગઈ હતી અને ખીણમાં પડી ગઈ હતી. જેમાં 21 લોકોના મોત થયા હતા. ભારે વરસાદ અને રનવેની નબળી હાલત આ અકસ્માતના મુખ્ય કારણો હતા.
ચાઇના ઇસ્ટર્ન ફ્લાઇટ એમયુ5735: દૂર્ઘટનાનું રહસ્ય અકબંધ
21 માર્ચ 2022ના રોજ વિમાન ચીનના પહાડોમાં ક્રેશ થયું હતું, જેમાં 132 લોકોના મોત થયા હતા. બ્લેક બોક્સ ડેટા દર્શાવે છે કે વિમાન ઝડપથી નીચે પડી ગયું હતું. ટેકનિકલ ખામીને કારણે વિમાન ક્રેશ થયું હતું કે માનવ દખલગીરીને કારણે તે હજી અસ્પષ્ટ થઇ શક્યું નથી.
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ 8303: પાયલટની ભૂલ
22 મે, 2020 ના રોજ પાકિસ્તાનનાકરાચીમાં ઉતરતી વખતે આ ફ્લાઇટ રહેણાંક વિસ્તારમાં પડી હતી. જેમાં 41 લોકોના મોત થયા હતા. તપાસમાં પાયલટની ખામી સામે આવી હતી, જેમાં લેન્ડિંગ ગિયરની સમસ્યાની અવગણના કરવામાં આવી હતી.
આ ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, ટેકનિકલ ખામીઓ અને માનવીય ભૂલોથી બચવા માટે કડક પગલાં લેવાં પડે છે. પાઇલટ્સની તાલીમમાં સુધારો કરવાની, જૂના વિમાનોની જાળવણી કરવાની અને એરપોર્ટની માળખાગત સુવિધાઓને વધુ સુવ્યવસ્થિત કરવાની જરૂર છે. હવાઈ મુસાફરીને સુરક્ષિત રાખવાની જવાબદારી માત્ર એરલાઇન્સ કે કંપનીઓની નથી, પરંતુ તમામ એરલાઈન્સ ઓથોરિટીની પણ હોય છે.