કંડલાથી ટેકઓફ કરતાં જ વિમાનનું વ્હીલ રન-વે પર પડ્યું, મુંબઈ સુધી ઉડાન પૂરી કરી, સુરક્ષિત લેન્ડિંગ

સ્પાઇસ જેટના પ્રવક્તાએ કહ્યું કે 12 સપ્ટેમ્બરના રોજ કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરેલ સ્પાઇસ જેટ Q400 વિમાનનું એક બહારનું ટાયર ઉડાન ભર્યા બાદ રનવે પર મળી આવ્યું હતું. વિમાને મુંબઈ સુધીની યાત્રા ચાલુ રાખી હતી અને સલામત રીતે લેન્ડિંગ કર્યું હતું

Written by Ashish Goyal
Updated : September 12, 2025 18:46 IST
કંડલાથી ટેકઓફ કરતાં જ વિમાનનું વ્હીલ રન-વે પર પડ્યું, મુંબઈ સુધી ઉડાન પૂરી કરી, સુરક્ષિત લેન્ડિંગ
કંડલાથી ટેકઓફ કરતાં જ સ્પાઈસ જેટ ફ્લાઇટનું વ્હીલ રન-વે પર પડી ગયું હતું (File photo)

SpiceJet wheel falls off on takeoff : શુક્રવારે ગુજરાતના કંડલાથી મુંબઈ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઇટે મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. બહારનું વ્હીલ ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતર્યું હતું અને કોઈ મુસાફરને ઇજા થઇ નથી. આ ફ્લાઇટ કંડલા એરપોર્ટથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. વિમાનનું બહારનું વ્હીલ શરુઆતના પોઇન્ટના રન વે પર જોવા મળ્યું હતું.

સ્પાઇસ જેટના પ્રવક્તાએ શું કહ્યું?

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે 12 સપ્ટેમ્બરના રોજ કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરેલ સ્પાઇસ જેટ Q400 વિમાનનું એક બહારનું ટાયર ઉડાન ભર્યા બાદ રનવે પર મળી આવ્યું હતું. વિમાને મુંબઈ સુધીની યાત્રા ચાલુ રાખી હતી અને સલામત રીતે ઉતર્યું હતું. સરળ લેન્ડિંગ પછી વિમાન તેની પોતાની શક્તિ પર ટર્મિનલ પર પહોંચ્યું અને તમામ મુસાફરો સામાન્ય રીતે ઉતર્યા હતા.

અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે જ્યારે કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) એ વિમાનમાંથી એક વસ્તુ પડી રહી હોવાનું જોયું ત્યારે વિમાન પહેલાથી જ હવામાં હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે કંડલા એટીસીએ ઉડાન ભર્યા પછી તરત જ કંઈક પડતું જોયું હતું. તેઓએ પાઇલટને જાણ કરી હતી અને પડેલી વસ્તુને બહાર કાઢવા માટે એટીસી જીપ મોકલી હતી. બાદમાં રનવે પરથી પડી ગયેલું પૈડું અને ધાતુની રિંગ્સ મળી આવી હતી.

આ પણ વાંચો – Exclusive : એક વર્ષમાં 8 ગણું વધ્યું ટર્નઓવર! બાલકૃષ્ણનની કંપની પર કેવી રીતે મહેરબાન ધામી સરકાર

મુંબઈ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોને હાઇ એલર્ટ પર રાખવામાં આવી હતી. જોકે વિમાન સાંજે 4 વાગ્યે સલામત રીતે ઉતર્યું હતું. મુંબઈ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હવામાં ગંભીર ખતરો હોવા છતાં વિમાન જાતે જ ટર્મિનલ પર પહોંચી ગયું હતું અને મુસાફરો કોઈ અનિચ્છનીય ઘટના વિના ઉતર્યા હતા.

વ્હીલ પડી જવું એક ગંભીર ઘટના છે: ડીજીસીએના પૂર્વ અધિકારી

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે વ્હીલ પડી જવું એક ગંભીર ઘટના છે, પરંતુ વ્હીલના બે ભાગ છે અને એક (વિમાન સાથે) જોડાયેલ હોવાથી જીવ બચી ગયા. પરંતુ જો એક પૈડું પડી જાય તો બીજું પણ તૂટી શકે છે.

એરલાઇન્સના એક પૂર્વ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ એક ગંભીર ઘટના છે અને તેથી જ પાઇલટે કંડલામાં ઉતરવાને બદલે મુંબઈમાં ઉતરવાનો નિર્ણય કર્યો હશે. તેમને લાગ્યું હશે કે મુંબઈનો રનવે લાંબો છે, જ્યાં આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઉતરવું વધુ સારું રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ