International Space Station Leaking Air: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો જીવ જોખમમાં મુકાઇ શકે છે. નાસાની લીક થયેલા એક રિપોર્ટ મુજબ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 50 થી વધુ લિકેજ થવાના કારણે સુનિતા વિલિયમ્સ સહિત અન્ય અવકાશયાત્રીના જીવન પર મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. રશિયા એ આઈએસએસમાં માઇક્રો વાઇબ્રેશનનો પણ દાવો કર્યો છે.
તમને જણાવી દઇયે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છેલ્લા 5 વર્ષથી હવા લિકેજ થઇ રહી છે. નાસા એ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટશન માંથી મોટા પ્રમાણમાં હવા લિકેજ થઇ રહી છે અને ત્યાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
યવેજ્દા મોડ્યૂલ માંથી એર લિકેજ થયું
નોંધનિય છે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્થિત યવેજ્દા મોડ્યૂલ માંથી સૌથી પહેલા લિકેજ થયુ હતુ. તે ડોકિંગ પોર્ટ સુધી જવા માટેની એક સુરંગ છે. આ લિકેજ કેમ થયું, જે મુદ્દે નાસા અને રશિયન એન્જિસ રોસકોમોસ વચ્ચે સહમીત થઇ શકી નથી.
નાસા અવકાશયાત્રી બોબ કૈબાના એ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી લિકેજ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ઉમેર્યું કે, લિકેજ રોકવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવતા થોડાક સમય માટે રાહત મળી છે, પરંતુ તે કાયમી સમાધાન થી. અમેરિકા આ લિકેજને જોખમી ગણાવે છે.
નાસા અવકાશયાત્રીનો જીવ જોખમમાં
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લિકેજની સૌથી પહેલા માહિતી વર્ષ 2019માં સામે આવી હતી. ત્યારબાદ 2024 થી દરરોજ 1.7 કિલો હવા લિકેજ થવા લાગી છે. આઈએસએસ માં ઓછામાં ઓછા 7 થી 10 અવકાશયાત્રી રહે છે. અલબત્ત રશિયાના એન્જિનિયરોએ માઈક્ર વાઇબ્રેશનનો દાવો કર્યા બાદ આ સમસ્યાનું સમાધાન લાવવા નાસાએ પગલાં લીધા છે. હાલ અવકાશયાત્રીઓનો સાવધાન અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. રશિયાની ટીમ પણ આ સમસ્યાનું સમાધાન લાવવા કામગીરી કરી રહી છે.





