What Is space anaemia Could Affect Astronaut Sunita Williams: સુનીતા વિલિયમ્સ અવકાશ માંથી પૃથ્વીપર સુરક્ષિત પરત આવે તેની રાહ જોવાઇ રહી છે. માત્ર 8 દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયેલા સુનિતા વિલિયમ્સ હજુ પણ ત્યાં જ ફસાયેલી છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ આ મામલે મોટું અપડેટ આપ્યું છે અને કહ્યું છે કે તે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પરત ફરી શકે છે. જો કે, તે કયા સેટેલાઇટમાં આવશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. જો સુનીતા વિલિયમ્સ સ્પેસએક્સના સેટલાઇટ થી પરત ફરે છે, તો તેને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવું પડી શકે છે. તે પોતાનામાં જ એકદમ પડકારજનક સમય હશે. માઇક્રોગ્રેવિટીને કારણે તેમને બહુવિધ સંપર્કમાં આવવાનું જોખમ પણ હોઈ શકે છે.
નાસાએ કહ્યું છે કે, સુનીતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરે ઓછામાં ઓછા 2025 ની શરૂઆત સુધી અવકાશમાં રહેવું જ પડશે. બોઇંગના સ્ટારલાઇનરને બદલે સ્પેસએક્સ ડ્રેગનનો ઉપયોગ કરીને પૃથ્વી પર પાછા ફરશે. બંને મુસાફરો ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ માટે અવકાશમાં ગયા હતા. આ પછી તેમના સ્પેસ વ્હીકલમાં ખામી સર્જાતા બંને ત્યાં ફસાઈ ગયા છે. હવે બંને અવકાશયાત્રીઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સ્પેસ એનિમિયા થવાનું જોખમ
અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહેવાના કારણે અવકાશયાત્રીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેનું સૌથી મોટું કારણ માઈક્રોગ્રેવિટી છે. અવકાશયાત્રીઓમાં એનિમિયાની સમસ્યા પણ ઝડપથી વધે છે. આમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં પૃથ્વી કરતાં લાલ રક્તકણો ઝડપથી મૃત્યુ પામે છે. તે પ્રતિ સેકંડ બે મિલિયનથી વધીને ત્રણ મિલિયન પ્રતિ સેકંડ થાય છે. એક રિપોર્ટ અનુસાર અંતરિક્ષમાં પ્રથમ 10 દિવસની અંદર લોહીમાં રહેલા લાલ રક્તકણ (આરબીસી)માં 10-12 ટકાનો ઘટાડો થાય છે.
2022માં નેચરલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, એનિમિયાની સમસ્યાના કારણે અવકાશયાત્રીઓને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી સીરમમાં આયર્નની માત્રા વધી જાય છે. સાથે જ ઓર્થોસ્ટેટિઝમની પણ સમસ્યા છે. આ રિસર્ચ 14 અવકાશયાત્રી પર કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ આ યાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા બાદ તેમની અલગ જ અસર જોવા મળશે. જેમાં લાલ રક્તકણ નષ્ટ થવાની સમસ્યા થઈ શકે છે. સાથે જ હાડકાં પર પણ ખરાબ અસર પડે છે.
આ પણ વાંચો | સુનીતા વિલિયમ્સ 2025ના આ મહિનામાં અવકાશ માંથી પરત આવશે, નાસા એ આપ્યા અપડેટ
સુનીતા વિલિમ્યસ 5 જૂને અવકાશમાં ગયા હતા
તમને જણાવી દઈએ કે સુનીતા વિલિયમ્સ 5 જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગઈ હતી. ત્યારે તેમની સફર માત્ર 8 દિવસ માટે જ હતી. જોકે, તેઓ જે રોકેટમાં બેસી અંતરિક્ષમાં ગયા હતા તેમા ખામી સર્જાતા અવકાશમાં ફસાઇ ગયા છે. તેમને અવકાશ માંથી પૃથ્વી પર પરત લાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. રોકેટના રિપેરિંગથી પણ કોઈ સમાધાન થઈ શક્યું નથી. હવે નાસા તેમને આવતા વર્ષે ફેબ્રુઆરીની આસપાસ પૃથ્વી પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.