સુપ્રીમ કોર્ટનું નામ આવે એટલે કડક નિયમો અને શિસ્તતા યાદ આવે છે. ત્યારે આપણને એવો પ્રશ્ન થાય છે કોઇ જજનો બર્થ ડે કે કોઇ સ્પેશિયલ ડે હોય તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કેવી રીતે સેલિબ્રેશન કરતા હશે? આ બાબતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)ડીવાય ચંદ્રચુડે રમૂજી રીતે ખુલાસો કર્યો છે. સુપ્રીમ કોર્ટના હાલના સીજેઆઇ ખુશખુશાલ વ્યક્તિ છે. તેના ચહેરા પર હંમેશા હળવું સ્મિત રહે છે. જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે તે મજાક કરવામાં કે મજાક ઉડાડવાની તક જતી કરતા નથી. આવી જ એક ઘટના છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળી હતી. પ્રસંગ હતો સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમનો. 13 એપ્રિલ, 2023ના રોજ આ કાર્યક્રમનું આયોજન સુપ્રીમ કોર્ટના આઠ નવા જજોના સ્વાગત માટે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સંબોધન કરતી વખતે જસ્ટિસ ચંદ્રચુડે મજાકમાં કહ્યું કે, આજનો દિવસ આપણા બધાના જીવનમાં ખૂબ જ સુંદર છે. દિવસની શરૂઆત સ્વાદિષ્ટ ચોકલેટ અને ઓરેન્જ કેકથી થઈ. તેની વ્યવસ્થા જસ્ટિસ સંજય કિશન કૌલે કરી હતી. જો કોઈનો જન્મદિવસ હોય, તો તે સવારે એક અદ્ભુત કેકની વ્યવસ્થા કરે છે. અને હવે દિવસના અંતે આ સ્વાગત થઈ રહ્યું છે. દિવસ એટલા માટે પૂર્ણ થાય છે કારણ કે હવે હું સાંજે પાછો ફરીને ચેમ્બરમાં બેસવાનો નથી.
જસ્ટિસ ચંદ્રચૂડ આ કાર્યક્રમના આયોજક સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંહ પર કટાક્ષ કરવાનું ચૂક્યા ન હતા. ક્રિકેટ મેચના બહાને તેણે વિકાસ સિંહ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે હું ક્રિકેટ મેચ (વકીલો અને ન્યાયાધીશો વચ્ચે) આયોજીત કરવાના વિકાસ સિંહના આગ્રહને અમુક કારણોસર ટાળી રહ્યો હતો, પરંતુ હવે (આઠ નવા ન્યાયાધીશો પછી) અમારી પાસે અનુભવી ક્રિકેટરો છે.
કોણ છે જસ્ટિસ સંજય કિશન કૌલ?
જસ્ટિસ સંજય કિશન કૌલ મૂળ તો જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. 26 ડિસેમ્બર 1958માં જન્મેલા જસ્ટિસ કૌલ સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર મોસ્ટ જજ છે. તેમણે દિલ્હીની પ્રખ્યાત સેન્ટ સ્ટીફેન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રન અભ્યાસ કર્યો અને ત્યારબાદ 1982માં દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. કાયદાના અભ્યાસ બાદ 15 જુલાઇ 1982માં બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું અને એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી.
આ પછી, વર્ષ 1982 માં, તેમણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટર (CLC) માં કાયદામાં પ્રવેશ લીધો. કાયદાનો અભ્યાસ કર્યા પછી, તેમણે 15 જુલાઈ 1982 ના રોજ બાર કાઉન્સિલ ઑફ દિલ્હીમાં નોંધણી કરાવી અને વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.
1987માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્તિ થયા
સિવિલ રિટાયર્ડ અને કંપની બાબતોના આર્થિક નિષ્ણાંત માનવામાં આવતા જસ્ટિસ કૌલ વર્ષ 1987માં સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ ઓન રેકોર્ડ તરીકે રજિસ્ટર્ડ થયા ્ને 1999માં સિનિયર એડવોકેટ બની ગયા. તેમણે ડીડીએ બનવા મટે એડિશનલ સિનિયર સ્ટેન્ડિંગ કાઉન્સિલમાં પણ સેવા આપી.
વર્ષ 2001માં ન્યાયાધીશ બન્યા
જસ્ટિસ સંજય કિશન કૌલ 3 મે 2001ના રોજ દિલ્હીના હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણુંક પામ્યા અને બે વર્ષ બાદ 2 મે, 2003ના રોજ કાયમી જજ બની ગયા. જસ્ટિસ કૌલ માત્ર 3 દિવસ માટે સપ્ટેમ્બર 2012થી 25 સપ્ટેમ્બર 2012 સુધી દિલ્હી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ પણ બન્યા હતા. ત્યારબાદ એક જૂન 2023ના રોજ તેમની પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિમણુંક થઇ.
ક વર્ષથી વધુ સમય સુધી અહીં સેવા આપ્યા પછી, તેઓ 26 જુલાઈ 2014ના રોજ મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. ત્યાંથી તેઓ સુપ્રીમ કોર્ટમાં આવ્યા. જસ્ટિસ સંજય કિશન કૌલની 17 ફેબ્રુઆરી 2017ના રોજ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
જસ્ટિસ કૌલ છે થિયેટર પ્રેમી
જસ્ટિસ સંજય કિશન કૌલને થિયેટરમાં ઘણો રસ છે અને તેઓ ઘણીવાર ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર (IIC) ના વિવિધ થિયેટરોમાં રંગમંચ – નાટકોનો આનંદ માણે છે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર જસ્ટિસ કૌલને સંગીત અને ગોલ્ફમાં પણ ઘણો રસ છે. નવરાસના સમયમાં તેઓ ગોલ્ફ રમવાનું પસંદ કરે છે.
ઘણા મહત્વપૂર્ણ કેસોમાં ચુકાદો આપ્યો
જસ્ટિસ કૌલ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ vs ICICI બેંક (2017) કેસમાં ચુકાદો આપનાર ખંડપીઠના હિસ્સો હતા. તે ઉપરાંત વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટની 9 જજોની ખંડપીઠનો પણ ભાગ હતા, જેણે પ્રાઈવસીના મૂળભૂત અધિકારની તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.