સુપ્રીમ કોર્ટની ચૂંટણીમાં રેવડી કલ્ચર પર નારાજગી, કહ્યું - લોકો કામ કરવા માંગતા નથી, તેમને મફત રાશન અને પૈસા મળી રહ્યા છે

Supreme Court On Freebies : સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે મફત રાશનના કારણે, જ્યારે ચૂંટણીઓ જાહેર થાય છે, ત્યારે લોકો કામ કરવા તૈયાર નથી હોતા. આ લોકોને મુખ્ય પ્રવાહના સમાજનો ભાગ ન બનાવીને, શું આપણે પરજીવીઓનો એક વર્ગ બનાવી રહ્યા નથી?

Supreme Court On Freebies : સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે મફત રાશનના કારણે, જ્યારે ચૂંટણીઓ જાહેર થાય છે, ત્યારે લોકો કામ કરવા તૈયાર નથી હોતા. આ લોકોને મુખ્ય પ્રવાહના સમાજનો ભાગ ન બનાવીને, શું આપણે પરજીવીઓનો એક વર્ગ બનાવી રહ્યા નથી?

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
supreme court

સુપ્રીમ કોર્ટ ફાઈલ તસવીર - Photo - Jansatta

Supreme Court On Freebies: સુપ્રીમ કોર્ટે બુધવારે શહેરી ગરીબી નાબૂદી પર સુનાવણી દરમિયાન આકરી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકો ફ્રીબીઝને કારણે કામ કરવા માંગતા નથી. લોકોને કામ કર્યા વગર પૈસા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા એ પ્રાથમિકતા છે.

Advertisment

ટોચની અદાલતે ચૂંટણી જીતવા માટે મફત વસ્તુઓની જાહેરાત કરવાની પ્રથાની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે લોકો આવા ચૂંટણી વચનોને કારણે કામ કરવા તૈયાર નથી, કારણ કે તેમને મફત રાશન અને પૈસા મળે છે. ટોચની અદાલતે પૂછ્યું કે શું આવી આકર્ષક ઘોષણાઓને કારણે પરજીવીઓનો એક વર્ગ ઉભો થઇ રહ્યો છે.

શું આપણે પરજીવીઓનો એક વર્ગ બનાવી રહ્યા નથી?

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે મફત રાશનના કારણે, જ્યારે ચૂંટણીઓ જાહેર થાય છે, ત્યારે લોકો કામ કરવા તૈયાર નથી હોતા. તેમને કોઈ પણ કામ કર્યા વગર મફત રાશન મળી રહ્યું છે. માફ કરશો, પરંતુ આ લોકોને મુખ્ય પ્રવાહના સમાજનો ભાગ ન બનાવીને, શું આપણે પરજીવીઓનો એક વર્ગ બનાવી રહ્યા નથી?

જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહની બેન્ચ શહેરી વિસ્તારોમાં બેઘર વ્યક્તિઓના આશ્રયના અધિકાર સાથે સંબંધિત મામલાની સુનાવણી કરી રહી હતી.

Advertisment

આ પણ વાંચો - 50 લાખ રૂપિયા ખર્ચ કરી અમેરિકા પહોંચ્યો, 5 મિનિટમાં જ કરી લીધી ધરપકડ, વાંચો યુવકની દર્દભરી કહાની

એટર્ની જનરલ આર વેંકટરમાનીએ ખંડપીઠને માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર શહેરી બેઘર લોકો માટે આશ્રયની જોગવાઈ જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવા માટે શહેરી ગરીબી નિવારણ મિશનને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે. કોર્ટે એટર્ની જનરલને કહ્યું કે તે સરકારને પૂછે કે શહેરી ગરીબી રાહત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવશે. છ અઠવાડિયા પછી આ કેસની ફરીથી સુનાવણી કરવામાં આવશે.

રાજતીનિમાં મફતખોરી

સુપ્રીમ કોર્ટ દ્વારા આ કડક ટિપ્પણી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પછી આવી છે, જેમાં ભાજપ અને આપ બંનેએ ઘણા આકર્ષક વચનો આપ્યા હતા, જે તેઓ સત્તામાં આવ્યા પછી પૂર્ણ કરશે.

આપના આવા વચનોમાં મહિલા સન્માન યોજના (દરેક મહિલાને રૂ. 2,100ની માસિક સહાય), પાણીના બિલની માફી, પુરુષ વિદ્યાર્થીઓ માટે મફત બસ મુસાફરી અને તમામ વિદ્યાર્થીઓ માટે મેટ્રો ભાડામાં 50 ટકા ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.

ભાજપે મહિલાઓને 2,500 રૂપિયા માસિક સહાય, દરેક હોળી અને દિવાળી પર મફત એલપીજી સિલિન્ડર આપવાનું વચન પણ આપ્યું હતું. મધ્ય પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ આવી માસિક આર્થિક સહાયનું વચન આપવામાં આવ્યું હતું, જેણે રાજ્યની ચૂંટણીઓમાં ભાજપની જીતમાં મોટા પ્રમાણમાં ફાળો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ india