કોલકાતા બળાત્કાર કેસ: ગરીબોની સારવારની ચિંતા, કોલકાતા પોલીસ પર શંકા, સુપ્રિમ કોર્ટમાં સુનાવણીની 7 મહત્વની બાબતો

Kolkata Rape Case Hearing Supreme Court : કોલકાતા રેપ કેસ પર સુપ્રીમ કોર્ટમાં વિસ્તારથી સુનાવણી કરવામાં આવી, સીબીઆઈના તપાસ રિપોર્ટ પર સુપ્રીમે પોલીસની કામગીરી, અને પૂરાવા નાશ કરવાની શંકા પર પણ નિવેદન જાહેર કર્યું હતુ.

Kolkata Rape Case Hearing Supreme Court : કોલકાતા રેપ કેસ પર સુપ્રીમ કોર્ટમાં વિસ્તારથી સુનાવણી કરવામાં આવી, સીબીઆઈના તપાસ રિપોર્ટ પર સુપ્રીમે પોલીસની કામગીરી, અને પૂરાવા નાશ કરવાની શંકા પર પણ નિવેદન જાહેર કર્યું હતુ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Kolkata Rape Case Hearing Supreme Court

કોલકાતા રેપ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Kolkata Rap Case | કોલકાતા રેપ કેસ માં સુપ્રીમ કોર્ટે ફરી એકવાર મહત્વની સુનાવણી હાથ ધરી છે. આ વખતે સુનાવણીમાં સીબીઆઈના સ્ટેટસ રિપોર્ટ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, ડોક્ટરોની હડતાલ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને બંગાળ સરકારની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સીબીઆઈએ પણ આ કેસમાં ઢાંકપિછોડો કરવાની શંકા વ્યક્ત કરી છે અને એવો પણ દાવો કર્યો છે કે ગુનાના સ્થળે પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Advertisment

કોલકાતા રેપ કેસ : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન શું થયું તે અહીં 7 મુદ્દાઓમાં જાણીએ

  • ગત સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ચોક્કસપણે ડોકટરો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી, પરંતુ આ વખતે કોર્ટે તેમને ફરજ પર પાછા ફરવું પડશે તેવું સ્પષ્ટપણે કહ્યું છે. જો ફરજમાં જોડાશે નહીં તો કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
  • સુપ્રીમ કોર્ટે ગરીબોને થતી સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, એવા ઘણા ગરીબ લોકો છે, જેઓ બે વર્ષ પહેલા એપોઇન્ટમેન્ટ લે છે, તેમને એમ કહીને પાછા મોકલી શકાય નહીં કે, તેઓ સારવાર કરાવી શકશે નહીં.
  • CJI ચંદ્રચુડે વિરોધ કરી રહેલા ડોકટરોને ખાતરી આપી છે કે, તેમની ફરિયાદો પર ધ્યાન આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ખાતરી કરીશું કે તમારી બધી ચિંતાઓ સાંભળવામાં આવશે. કમિટી ઈન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોના મંતવ્યો પર ધ્યાનપૂર્વક વિચારણા કરશે.
  • સુપ્રીમ કોર્ટે આશંકા વ્યક્ત કરી હતી કે, જો ડોક્ટરો આ રીતે વિરોધ કરતા રહેશે તો જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અસર થશે. આના પર એઈમ્સ નાગપુરના ડોકટરોનો તર્ક હતો કે, તેઓને સતત એવું અહેસાસ કરાવવામાં આવી રહ્યો છે કે તેઓ ખોટા છે.
  • સુનાવણી દરમિયાન જસ્ટિસ પારડીવાલા એકદમ ગુસ્સામાં જોવા મળ્યા. એક પ્રસંગે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, તેમણે 30 વર્ષમાં આવો કેસ ક્યારેય જોયો નથી. જે પણ થયું છે તે ચોંકાવનારું છે. બંગાળ પોલીસનું વર્તન અને કામગીરી શરમજનક છે.
  • સીબીઆઈએ તેનો સ્ટેટસ રિપોર્ટ પણ દાખલ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટના સાથે છેડછાડ કરવામાં આવી હતી. એવું પણ કહેવાય છે કે, તેને રફેદફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ એ પણ ઉલ્લેખ કર્યો કે, આ કેસને શરૂઆતમાં આત્મહત્યા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ પરિવારને આ ઘટના વિશે મોડેથી જાણ કરવામાં આવી હતી.
  • સુનાવણી દરમિયાન એક સમય એવો આવ્યો જ્યારે CJI એ વકીલોને સૂચના આપવી પડી. તેમના વતી કહેવામાં આવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરવામાં આવે છે તે સુનાવણી દરમિયાન દલીલોનો આધાર ન હોવો જોઈએ. તેમણે આ વાત વીર્ય વિવાદ પર કહી હતી.
west bengal ગુજરાતી ન્યૂઝ સુપ્રીમ કોર્ટ દેશ