ઇલેક્ટોરલ બોન્ડ ના યુનિક કોડ પર કેમ થઇ રહ્યો છે હંગામો? સુપ્રીમ કોર્ટે SBI પાસે કેમ માંગી તેની જાણકારી

ઇલેક્ટોરલ બોન્ડ (Electoral Bonds) : સુપ્રીમ કોર્ટે એસબીઆઈને ફરી એકવાર ઝટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડના યૂનિક કોડ આપવા માટે એસબીઆઇને સોમવાર સુધીનો સમય આપ્યો છે

Written by Ashish Goyal
Updated : March 15, 2024 15:52 IST
ઇલેક્ટોરલ બોન્ડ ના યુનિક કોડ પર કેમ થઇ રહ્યો છે હંગામો? સુપ્રીમ કોર્ટે SBI પાસે કેમ માંગી તેની જાણકારી
Electoral bonds data : સુપ્રીમ કોર્ટ ઇલેક્ટોરલ બોન્ડ પર ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે (એક્સપ્રેસ)

Electoral Bonds Data : સુપ્રીમ કોર્ટ ઇલેક્ટોરલ બોન્ડ પર ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસબીઆઈએ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ વિશે સંપૂર્ણ જાણકારી આપી છે. ચૂંટણી પંચે પણ આ માહિતી પોતાની વેબસાઇટ પર અપલોડ કરી છે. આમ છતાં સુપ્રીમ કોર્ટે એસબીઆઈને ફરી એકવાર ઝટકો આપ્યો છે. વાત એમ છે કે ચૂંટણી બોન્ડના યૂનિક કોડ એસબીઆઈ તરફથી ચૂંટણી પંચને આપવામાં આવ્યા નથી. સુપ્રીમ કોર્ટે આ માટે એસબીઆઇને સોમવાર સુધીનો સમય આપ્યો છે.

ચૂંટણી બોન્ડનું યુનિક કોડ કનેક્શન શું છે?

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડને લઈને એક અરજી દાખલ કરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આ મામલે દલીલ કરી હતી. એડીઆરએ તેની મૂળ અરજીમાં ચૂંટણી બોન્ડની માહિતી જાહેર કરવાની માંગ કરી હતી. એસબીઆઈએ ચૂંટણી પંચને બોન્ડ વિશે માહિતી આપી છે પરંતુ યુનિક કોડ આપ્યા નથી. આવામાં કઇ સંસ્થા કે વ્યક્તિ તરફથી ક્યારે બોન્ડ ખરીદવામાં આવ્યો હતો અને કયા પક્ષે તેને એન્કેશ કર્યો હતો. તેની માહિતી યુનિક કોડથી મળી શકશે.

યુનિક કોડ પર એસબીઆઈની દલીલ

ઇલેક્ટોરલ બોન્ડના કાગળ પર એક સીક્રેટ નંબર હોય છે. તે ફક્ત અલ્ટ્રા વાયોલેટ લાઇટમાં જ જઈ શકે છે. તેને ચૂંટણી બોન્ડ પર સુરક્ષા માટે લગાવવામાં આવ્યું છે જેથી તેને ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી અને એન્કેશમેન્ટની તારીખ સાથે જોડી શકાય. એસબીઆઈએ દરેક ઇલેક્ટોરલ બોન્ડ પર છપાયેલા યુનિક અલ્ફાન્યૂમેરિક કોડ વિશે માહિતી આપી નથી.

આ પણ વાંચો – ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા જાહેર કર્યા, જાણો કઇ પાર્ટીને કેટલા રૂપિયા મળ્યા અને કોણે આપ્યું ડોનેશન

તેમનું કહેવું છે કે દરેક બોન્ડની માહિતી કાઢવામાં ઘણો સમય લાગી શકે છે. સુપ્રીમ કોર્ટમાં એસબીઆઇએ સોગંદનામું પણ રજૂ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 12 માર્ચે ચૂંટણી પંચને એક યાદી સોંપવામાં આવી છે. આ માહિતી એસબીઆઈ દ્વારા પેન ડ્રાઇવ અને બે પીડીએફ ફાઇલો દ્વારા સીલબંધ કવરમાં ચૂંટણી પંચને સુપરત કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસબીઆઇને અમારી સૂચના ખૂબ જ સ્પષ્ટ હતી. અમે એસબીઆઈને સંપૂર્ણ માહિતી પ્રદાન કરવા જણાવ્યું હતું. યુનિક કોડ વિશેની માહિતી એસબીઆઈ દ્વારા આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને 18 માર્ચ સુધી સંપૂર્ણ જાણકારી આપવા માટે કહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ