સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી, કહ્યું - આરોપીની સંપત્તિ તોડી પાડવી સંવિધાન પર બુલડોઝર ચલાવવા જેવું

Supreme Court Justice Ujjal Bhuyan : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જ્વલ ભુઈયાએ અનેક રાજ્યોમાં હાલમાં ચાલી રહેલા બુલડોઝરના જસ્ટિસ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે શનિવારે કહ્યું હતું કે આરોપી વ્યક્તિની સંપત્તિને તોડી પાડવી એ બંધારણ પર બુલડોઝર ચલાવવા જેવું છે

Supreme Court Justice Ujjal Bhuyan : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જ્વલ ભુઈયાએ અનેક રાજ્યોમાં હાલમાં ચાલી રહેલા બુલડોઝરના જસ્ટિસ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે શનિવારે કહ્યું હતું કે આરોપી વ્યક્તિની સંપત્તિને તોડી પાડવી એ બંધારણ પર બુલડોઝર ચલાવવા જેવું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
bulldozer demolitions, bulldozer

અનેક રાજ્યોમાં હાલમાં આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Supreme Court Justice Ujjal Bhuyan : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જ્વલ ભુઈયાએ અનેક રાજ્યોમાં હાલમાં ચાલી રહેલા બુલડોઝરના જસ્ટિસ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે શનિવારે કહ્યું હતું કે આરોપી વ્યક્તિની સંપત્તિને તોડી પાડવી એ બંધારણ પર બુલડોઝર ચલાવવા જેવું છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના અધિકારીઓ માટે આરોપી વ્યક્તિઓના મકાનોને બુલડોઝરથી પાડવા અને પછી બાંધકામોને ગેરકાયદેસર જાહેર કરીને કાર્યવાહીનો બચાવ કરવો તે પરેશાન કરનાર છે.

Advertisment

બાર એન્ડ બેન્ચના રિપોર્ટ પ્રમાણે જસ્ટિસ ભુઇયાએ કહ્યું કે તે ઘરમાં ઠીક છે, અમારું માનવું છે કે આ વ્યક્તિ આરોપી હોઈ શકે છે અથવા તે ગુનેગાર હોઈ શકે છે, પરંતુ તેની માતા ત્યાં રહે છે, તેની બહેન ત્યાં રહે છે, તેની પત્ની ત્યાં રહે છે, તેના બાળકો ત્યાં રહે છે. તેમનો શું વાંક છે? જો તમે તે ઘર તોડી નાખશો તો તેઓ ક્યાં જશે? શું તેમના માથા ઉપર છત છીનવી લેવી તે યોગ્ય છે, હું ઉમેરવા માંગુ છું કે ફક્ત તેઓ જ શા માટે? આરોપીનું શું? ગુનેગારનું શું? માત્ર એટલા માટે કે કોઈ વ્યક્તિ પર કોઈ ગુનાનો આરોપ છે અથવા ગુનેગાર છે, તેનો અર્થ એ નથી કે તેનું ઘર તોડી પાડવું જોઈએ.

ન્યાયતંત્રમાં સુધારાની જરુરિયાત

જસ્ટિસ ભુઇયા ભારતી વિદ્યાપીઠ, ન્યુ લો કોલેજ પૂણેમાં બોલી રહ્યા હતા. જસ્ટિસ ભુઇયાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ન્યાયતંત્રમાં સુધારાને અવકાશ છે. પરંતુ આપણે આત્મનિરીક્ષણ કરવાની પણ જરૂર છે કે શું આપણે ક્યાંક ખોટું કર્યું છે. જો આપણે તેમ કરીશું, તો માત્ર સુધારાઓ જ શક્ય બનશે અને હું માનું છું કે ભારતીય ન્યાયતંત્રમાં સુધારણા માટે પૂરતો અવકાશ છે. સુપ્રીમ કોર્ટ વિશ્વની સૌથી શક્તિશાળી કોર્ટ છે તેવો દાવો કરવો પૂરતો નથી.

આ પણ વાંચો - 31 માર્ચ 2026 સુધી ખમત થઇ જશે વામપંથી ઉગ્રવાદ : અમિત શાહ

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયો પર પણ પુનર્વિચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે મને એમ કહેવામાં કોઈ ખચકાટ નથી કે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે કારણ કે તે અંતિમ અદાલત છે. અગાઉના સમયમાં પ્રિવી કાઉન્સિલ જેવી સુપ્રીમ કોર્ટની ઉપર બીજી કોઈ કોર્ટ હોત તો સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદાઓ પર ફેરવિચારણા કરવી પડત.

Advertisment
સુપ્રીમ કોર્ટ india દેશ