કર્ણાટકમાં કોગ્રેસ હાઇકમાન્ડે અટકળો પર લગાવ્યો વિરામ, કહ્યું – નેતૃત્વમાં કોઇ ફેરફાર નહીં થાય

Karnataka Politics: મીડિયાને સંબોધિત કરતા રણદીપ સિંહ સુરજેવાલાએ સ્પષ્ટ કર્યું કે કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની કોઈ યોજના નથી. તેમનું આ નિવેદન શાસક કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ પર દિવસોની રાજકીય ચર્ચા બાદ આવ્યું છે

Written by Ashish Goyal
July 01, 2025 21:31 IST
કર્ણાટકમાં કોગ્રેસ હાઇકમાન્ડે અટકળો પર લગાવ્યો વિરામ, કહ્યું – નેતૃત્વમાં કોઇ ફેરફાર નહીં થાય
કર્ણાટકના CM સિદ્ધારમૈયા (તસવીર: સોશિયલ મીડિયા)

Karnataka Politics: કર્ણાટકમાં સિદ્ધારમૈયાની ખુરશી જશે કે બચી જશે? કોંગ્રેસે હાલ પૂરતો આ સવાલ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. કારણ કે ઘણા દિવસોથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કર્ણાટકમાં સત્તાની કમાન ડીકે શિવકુમારના હાથમાં આવી શકે છે. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ અફવાઓ અને અટકળોને સંપૂર્ણપણે વિરામ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને બદલવાના કોઈ પણ પગલાને નકારી કાઢ્યું છે.

આ સ્પષ્ટતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા તરફથી કરવામાં આવી છે, જેઓ પાર્ટીના કર્ણાટકના પ્રભારી પણ છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તેમને રાજ્ય એકમની અંદર વધી રહેલી બેચેની અને આંતરિક વિખવાદને દૂર કરવા માટે બેંગલુરુ મોકલવામાં આવ્યા હતા.

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની કોઈ યોજના નથી – રણદીપ સિંહ સુરજેવાલા

મીડિયાને સંબોધિત કરતા સુરજેવાલાએ સ્પષ્ટ કર્યું કે કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની કોઈ યોજના નથી. તેમનું આ નિવેદન શાસક કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ પર દિવસોની રાજકીય ચર્ચા બાદ આવ્યું છે, જેમાં નેતૃત્વના કેટલાક વર્ગોએ ટોચના સ્તરે ફેરબદલ માટે દબાણ કર્યું હોવાના અહેવાલ છે. હાઈકમાન્ડના આ આકરા જાહેર નિવેદનનો હેતુ કડક સંદેશ આપવાનો હોય તેવું લાગી રહ્યું છે. આ અનિશ્ચિતતાને સમાપ્ત કરવા અને કર્ણાટક સરકારમાં સ્થિરતાને મજબૂત કરવા માટે છે.

પોતાની મુલાકાતનો હેતુ સમજાવતા સુરજેવાલાએ જણાવ્યું હતું કે બેંગલુરુમાં તેમની હાજરી માત્ર પક્ષના સંગઠનાત્મક કાર્ય અને શાસનની સમીક્ષા કરવા માટે હતી, નેતૃત્વ પરિવર્તનની ચર્ચા કરવા માટે નહીં. પક્ષના નેતાઓ સાથેની તેમની વાતચીતના ધ્યાન પર વિસ્તૃત વર્ણન કરતા તેમણે કહ્યું કે અમે તેમને પૂછી રહ્યા છીએ – શું કામ કરવામાં આવ્યું છે? પાર્ટી બેઠકોની સ્થિતિ શું છે? શું કોઈ સંગઠનાત્મક પરિવર્તનની જરૂર છે? શું ધારાસભ્યોને કોઈ મુશ્કેલી કે અન્ય કોઈ આશા છે?

આ પણ વાંચો – તેલંગાણા : ધારાસભ્ય ટી રાજા સિંહે ભાજપમાંથી રાજીનામું આપ્યું, વ્યક્ત કરી પોતાની નારાજગી

નેતૃત્વની અટકળોને સ્પષ્ટપણે નકારી કાઢતાં સુરજેવાલાએ કહ્યું હતું કે નેતૃત્વ પરિવર્તન પર કોઈ ચર્ચા થઈ નથી. આ અંગે કોઈ અભિપ્રાય લેવામાં આવી રહ્યો નથી.

નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે શું કહ્યું

નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે પણ કોઈપણ નેતૃત્વ પરિવર્તનને નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે નેતૃત્વમાં કોઈ ફેરફાર થયો નથી. હું નથી ઇચ્છતો કે કોઈ સામે આવીને મારા માટે સર્મથન જાહેર કરે. શાસન પર ધ્યાન કેન્દ્રિત કરતા તેમણે કહ્યું કે સામાન્ય માણસની સાથે ઉભા રહેવું અને આપણા વચનો પૂરા કરવા એ આપણી સૌથી મોટી ફરજ છે.

પાર્ટીના કેટલાક ધારાસભ્યો દ્વારા જાહેર નિવેદનો સામે સખત વાંધો ઉઠાવતા શિવકુમારે કહ્યું હતું કે તેઓ ઇકબાલ હુસૈનને તેમની ટિપ્પણી બદલ નોટિસ ફટકારશે. પાર્ટીના નેતાઓને સ્પષ્ટ સંદેશો મોકલતા તેમણે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે એચસી બાલકૃષ્ણ હોય કે બી.આર.પાટીલ, હવે કોઈએ પણ મીડિયાની સામે આવવું જોઈએ નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ