હુમાયુ કબીરે બાબરી મસ્જિદનો પાયો નાખ્યો, ભાજપે કહ્યું – આગ સાથે રમી રહ્યા છે મમતા બેનર્જી

તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કર્યો હતો. કબીરે સ્ટેજ પર મૌલવીઓ સાથે સમારોહની રિબન કાપી હતી

December 06, 2025 16:07 IST
હુમાયુ કબીરે બાબરી મસ્જિદનો પાયો નાખ્યો, ભાજપે કહ્યું – આગ સાથે રમી રહ્યા છે મમતા બેનર્જી
તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કર્યો હતો (તસવીર - IE બાંગ્લા)

Babri Style Masjid : તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કર્યો હતો. કબીરે સ્ટેજ પર મૌલવીઓ સાથે સમારોહની રિબન કાપી હતી અને સ્થળ પર ઘણા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સવારથી જ હજારો લોકો અહીં એકઠા થયા હતા. કડક સુરક્ષા વચ્ચે શિલાન્યાસ સમારોહ યોજાયો હતો.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રેજીનગર અને તેની નજીકના બેલડાંગા વિસ્તારમાં પોલીસ, આરએએફ અને કેન્દ્રીય દળોની મોટી ટુકડી તૈનાત કરવામાં આવી હતી.

આ પહેલા હુમાયુ કબીરે આરોપ લગાવ્યો હતો કે હિંસા ભડકાવીને કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાના ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. દક્ષિણ બંગાળના જિલ્લાઓના લાખો લોકો આવા પ્રયાસોને નિષ્ફળ બનાવશે. આ એક શાંતિપૂર્ણ સમારોહ હશે. બંધારણ મુજબ આપણને પૂજા સ્થળ રાખવાનો પૂરો અધિકાર છે. 2000થી વધુ વોલિન્ટિયર ફરજ પર છે.

ભાજપે કર્યો પ્રહાર

ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ ટીએમસી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આગ સાથે રમી રહ્યા છે. મુર્શિદાબાદના બેલડાંગાથી આવી રહેલા અહેવાલોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જ્યાં મમતા બેનર્જી રાજકીય લાભ માટે મુસ્લિમોની ભાવનાઓને ધ્રુવીકરણ કરવા માટે ‘સસ્પેન્ડેડ’ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરનો ઉપયોગ કરી રહ્યા છે.

બેલડાંગા રાજ્યના સૌથી સાંપ્રદાયિક સંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે

તેમણે એવો પણ દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળ પોલીસ તેમનું સમર્થન કરીરહી છે અને આ પ્રવૃત્તિ માટે સુરક્ષા પૂરી પાડી રહી છે. બેલડાંગા રાજ્યના સૌથી સાંપ્રદાયિક સંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે, જ્યાં અથડામણોનો લાંબો અને તોફાની ઇતિહાસ છે. અહીં કોઈ પણ સંગઠિત અશાંતિ ઉત્તર બંગાળને રાજ્યના બાકીના ભાગો સાથે જોડતી જીવાદોરી નેશનલ હાઇવે -12 ને અવરોધિત કરી શકે છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા, અવરજવર અને માત્ર રાજ્યની આંતરિક એકતા જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા પર પણ ગંભીર પરિણામો આવશે.

આ પણ વાંચો – ઇન્ડિગો સંકટ : એરલાઈન્સ હવે મનસ્વી રીતે ચાર્જ વસૂલ કરી શકશે નહીં, સરકારે ભાડા વધારા પર પ્રતિબંધ મૂક્યો

ભાજપના નેતાએ કહ્યું કે આ તથાકથિત મસ્જિદ પ્રોજેક્ટ કોઇ ધાર્મિક પ્રયાસ નથી, પરંતુ રાજકીય પ્રયાસ છે, જેનો હેતુ ભાવનાઓને ઉશ્કેરવાનો અને વોટ બેંકને મજબૂત કરવાનો છે. સમુદાયની સેવા કરવાને બદલે, તેઓ ચેતવણી આપે છે કે આ બંગાળની સ્થિરતા માટે ગંભીર ખતરો છે, જે તણાવ વધારશે અને રાજ્યના સામાજિક તાણાવાણાને પણ વિખેરી નાખે છે. પરંતુ મમતા બેનર્જી કોઈપણ હદ સુધી જઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ