/indian-express-gujarati/media/media_files/2026/02/27/swami-avimukteshwaranand-2026-02-27-19-16-40.jpg)
Swami Avimukteshwaranand : સ્વામી અવિમુક્તેશ્વરાનંદ Photograph: (એએનઆઇ ફાઇલ ફોટો)
Swami Avimukteshwaranand News: અલ્હાબાદ હાઈકોર્ટથી શુક્રવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આગોતરા જામીન અરજીની સુનાવણીનો ફેંસલો અનામત રાખ્યો છે. જોકે હાઈકોર્ટે હાલપુરતી એમની ધરપકડ સામે બ્રેક લગાવી છે અને માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં આ અંગે સુનાવણી રાખી છે.
બહુચર્ચિત પોક્સો મામલાના કેસમાં ધરપકડથી બચવા માટે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આગોતરા જામીન માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં પોક્સો અંતર્ગત એમની વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં એમની સામે ધરપકડની તલવાર તોળાતી હતી.
જસ્ટિસ જેકે સિંહાની બેન્ચમાં આ કેસની સુનાવણી ચાલી હતી. જેમાં શંકરાચાર્ય તરફથી આશુતોષ બ્રહ્મચારીની ક્રિમિનલ હિસ્ટ્રી રજૂ કરવામાં આવી હતી. વધુમાં કોર્ટે પીડિત સગીરો અંગે પોલીસને સવાલ કર્યા હતા. તો રાજ્ય સરકાર તરફથી સ્વામીની જામીન અરજીનો વિરોધ કરાયો હતો.
પોક્સો એક્ટ સાથે જોડાયેલ કેસ
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને જે કેસમાં મોટી રાહત મળી છે એ કેસ પોક્સો સાથે જોડાયેલો છે. અલ્હાબાદ હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ શંકરાચાર્યની હાલપુરતી ધરપકડ કરવા સામે બ્રેક લગાવી આ કેસની આગામી સુનાવણી માર્ચ મહિનામાં ત્રીજા સપ્તાહ પર રાખી છે.
આ પણ વાંચો - BJP 10 બેઠકો જીતશે તો રાજનીતિ છોડી દઈશ, પીએમ મોદીને દિલ્હીમાં ચૂંટણી કરાવવા કેજરીવાલનો પડકાર
નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું - સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પોતાની સામે લાગેલા આરાપો અંગે શુક્રવારે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, જો નાર્કો ટેસ્ટ કરવાથી આ કેસમાં સચ્ચાઇ સામે આવતી હોય તો હું નાર્કો ટેસ્ટ કરવા માટે પણ તૈયાર છું. સત્ય સામે લાવવા માટે જે પણ ઉપલબ્ધ છે તે બધું જ કરવા તૈયાર છું.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us