Swati Maliwal assault case : સ્વાતિ માલીવાલ મામલે આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. દિલ્હી પોલીસે હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તપાસ શરૂ કરી દીધી છે. રવિવારે દિલ્હી પોલીસ લેપટોપ અને પ્રિન્ટર લઈને મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી, પરંતુ થોડા સમય બાદ દિલ્હી પોલીસની ટીમ અહીંથી સીસીટીવીનું ડીવીઆર લઈને બહાર આવી હતી.
બિભવ કુમાર તપાસમાં સહયોગ કરતા નથી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાના ફૂટેજ મળ્યા નથી અને પોલીસે એમ પણ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર તપાસમાં સહકાર આપી રહ્યા નથી. પોલીસે કોર્ટને જણાવ્યું છે કે અમે ડીવીઆર માગ્યું હતું અને તે પેન ડ્રાઇવમાં આપવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ફૂટેજ ખાલી છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે આઇફોન મળી ગયો છે પરંતુ આરોપી પાસવર્ડ આપી રહ્યો નથી અને તેને ફોર્મેટ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો – સીએમ અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમાર વિશે 7 મોટી વાત, પત્રકાર થી પીએ બનવા સુધીની કહાણી
દિલ્હી પોલીસે સીસીટીવી સાથે છેડછાડની પણ શક્યતા વ્યક્ત
પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે આરોપી ઘટના સ્થળે હાજર હતો. આ સાથે જ દિલ્હી પોલીસે સીસીટીવી સાથે છેડછાડની પણ શક્યતા વ્યક્ત કરી છે. સૂત્રોનું માનીએ તો મુંબઈમાં ફોનને ફોર્મેટ કરવામાં આવ્યો છે, તેથી દિલ્હી પોલીસ બિભવને મુંબઈ પણ લઈ જઈ શકે છે.
બિભવ કુમારના પિતાએ પણ સ્વાતિ માલીવાલ મામલે મોટું નિવેદન આપ્યું છે. બિભવ કુમારના પિતા મહેશ્વર રાયે કહ્યું છે કે તેમનો પુત્ર છેલ્લા 15 વર્ષથી અરવિંદ કેજરીવાલ સાથે છે અને તેમણે તેમની સામે કોઈ ફરિયાદ સાંભળી નથી. મહેશ્વર રાયે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ બિભવને અરવિંદ કેજરીવાલને છોડી દેવાની સલાહ આપી રહી છે.
બિભવ કુમારના પિતા મહેશ્વર રાયે કહ્યું કે ભાજપના લોકો સતત બિભવને કહી રહ્યા છે કે કેજરીવાલનો સાથ છોડી દો પછી નુકસાન નહીં થાય. આ ઘટના પછી મેં પણ બિભવ સાથે વાત કરી અને તેણે મને કહ્યું કે તે નાસ્તો કરી રહ્યો છે અને સ્વાતિ માલીવાલ કંઈક મોટું કરવા આવી હતી. આ પછી સિક્યોરિટી ગાર્ડે તેમને રોક્યા અને બિભવ ત્યાં ગયો. બિભવે સ્વાતિને એક વાર પણ સ્પર્શ કર્યો ન હતો.