Syria Civil War: સીરિયામાં સત્તાપલટનો પ્રયાસ, બળવાખોરો રાજધાની દમાસ્કસ તરફ, પ્રમુખ બશર અલ અસદ ક્યા છે?

Syria Civil War: સીરિયામાં સત્તાપલટાનો પ્રયાસ તેજ થઈ ગયો છે. અનેક શહેરો બળવાખોરોના કબજામાં આવી ગયા છે. એવા અહેવાલ મળ્યા છે કે રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે.

Written by Ajay Saroya
December 08, 2024 08:03 IST
Syria Civil War: સીરિયામાં સત્તાપલટનો પ્રયાસ, બળવાખોરો રાજધાની દમાસ્કસ તરફ, પ્રમુખ બશર અલ અસદ ક્યા છે?
Syria President Bashar al Assad: સીરિયામાં બળવાખોરો બેફામ થયા છે આ સાથે પ્રમુખ બશર અલ અસદની સત્તા સંકટ સર્જાયું છે.

Syria Civil War: સીરિયામાં સત્તાપલટાનો પ્રયાસ તેજ થઈ ગયો છે. અનેક શહેરો બળવાખોરોના કબજામાં આવી ગયા છે. એવા અહેવાલ મળ્યા છે કે રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે. સીરિયાની રાજધાની દમાસ્કસમાં સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે, જ્યાં દિવસે ને દિવસે સ્થિતિ ખરાબ થતી જાય છે. આ સમયે બળવાખોરોએ અસદની સેનાની ટેન્કો પર પણ કબજો કરી લીધો છે, તેમની સાથે તેઓ રાષ્ટ્રપતિના મહેલ તરફ આગળ વધ્યા છે.

હવે મોટી વાત એ છે કે બશર સરકારનું એક વિમાન પણ સીરિયાના આકાશમાં ઉડતું જોવા મળ્યું છે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અસદ પોતે તે વિમાનમાંથી પોતાના પરિવાર સાથે વિદેશ ગયા હતા. પરંતુ સરકારના સૂત્રોએ આ દાવાઓને ફગાવી દીધા છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે અસદ પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે, પોતાના દેશવાસીઓને છોડવાના નથી.

સીરિયા વિવાદની અસર ભારત પર થશે?

સીરિયાની સ્થિતિ પણ વધુ ચિંતાજનક માનવામાં આવી રહી છે કારણ કે હવે બળવાખોરો સરકાર અંકુશિત વિસ્તારો પર કબજો જમાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, બળવાખોરોએ હવે ઉત્તરીય અને પૂર્વીય હોમ્સમાં કેટલીક સરકારી લાઇનોનો નાશ કર્યો છે, રાજધાનીને ચારે બાજુથી ઘેરવાની તૈયારી કરી છે. એવા પણ અહેવાલો છે કે સીરિયાની સૌથી કુખ્યાત જેલ સૈદનાયામાંથી કેદીઓને મુક્ત કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ઘણા વિપક્ષી નેતાઓને પણ આ જેલમાં કેદ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

આ સમગ્ર હંગામા વચ્ચે અસદનો પરિવાર દેશ છોડીને ભાગી ચુક્યો છે. અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિનો પરિવાર હાલ રશિયાના રોસ્ટોવમાં છે, જ્યાં એક ઘર પણ ખરીદવામાં આવ્યું છે. સાથે જ અસદ પોતે પણ ગમે ત્યારે નીકળી શકે છે. કેટલાક પૂર્વ રાજદ્વારીઓનું માનવું છે કે જોર્ડનમાં સીરિયાની સરકારનું વિમાન પણ જોવા મળ્યું છે, તેથી દેશ છોડવાની તમામ અટકળોને ઘણી તાકાત મળી રહી છે.

આમ જોવા જઈએ તો અબુ મોહમ્મદ અલ જોલાની આ સીરિયન હંગામોનો માસ્ટર માઈન્ડ છે. તે એ જ છે જેણે તેના લડવૈયાઓને શેરીઓમાં ઉતાર્યા છે, તેમના દ્વારા એક પછી એક શહેર કબજે કર્યા છે. તેના કારનામા એટલા ખતરનાક છે કે અમેરિકાએ પણ તેના પર 10 મિલિયન ડોલરનું ઇનામ લગાવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ