Earthquake in Taiwan, તાઈવાન ભૂકંપમાં 4 લોકોના મોત, ભારતીયો માટે હેલ્પ નંબર જાહેર કરાયો

Earthquake in Taiwan, તાઈવાન ભૂકંપ : તાઈવાનમાં બુધવારે વહેલી સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેના પગલે પત્તાના મહેલની જેમ બિલ્ડિંગો ધરાશાયી થઈ હતી. ભારે તબાહીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Earthquake in Taiwan, તાઈવાન ભૂકંપ : તાઈવાનમાં બુધવારે વહેલી સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેના પગલે પત્તાના મહેલની જેમ બિલ્ડિંગો ધરાશાયી થઈ હતી. ભારે તબાહીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Earthquake in Taiwan | Earthquake | Earthquake news

તાઈવાનમાં ભૂકંપ - Photo - X @Agrumpycomedian

Earthquake in Taiwan, તાઈવાન ભૂકંપ : તાઈવાનની રાજધાની તાઈપેઈમાં બુધવારે સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી છે. જાપાને ઓકિનાવાના દક્ષિણી ટાપુ સમૂહ માટે સુનામીની ચેતવણી જારી કરી છે. અહીં ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ફિલિપાઈન્સે પણ સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તાઈવાનમાં આવેલા ભૂકંપમાં એક વ્યક્તિના મોતના સમાચાર છે જ્યારે 55થી વધુ લોકો ઘાયલ થયા છે.

Advertisment

ભૂકંપના કારણે તાઈવાનના હુઆલિનમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. ઘણા મકાનો અને ઇમારતો પત્તાના ડેકની જેમ ઢગલાબંધ હતા. તાઈવાનમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. તેને તાઈવાનમાં 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે.

તાઈવાન ભૂંકપમાં અસરગ્રસ્ત ભારતીયો માટે હેલ્પલાઇન જાહેર

ઇન્ડિયા તાઈપે એસોસિએશને ભૂકંપને ધ્યાનમાં રાખીને તાઈવાનમાં રહેનારા ભારતીય નાગરિકોની મદદ માટે એક હેપ્લલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. મોબાઈલ નંબર 0905247906 અને ઈમેલ ad.ita@mea.gov.in જાહેર કર્યું છે.

,

Advertisment

આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી : વરુણ ગાંધીના મૌનનો શું અર્થ થાય? શું રાહુલ ગાંધી સાથેના તેમના સંબંધો અટકાવી રહ્યા છે કોંગ્રેસમાં પ્રવેશ?

અનેક લોકો ઈમારતોમાં ફસાયા

ભૂકંપના કેન્દ્રની નજીક તાઈવાનના પૂર્વ કિનારે સ્થિત હુઆલીન શહેરમાં નુકસાનની માહિતી બહાર આવી છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર હુઆલીન શહેરથી લગભગ 18 કિમી દક્ષિણમાં હતું. ભૂકંપના કારણે અનેક લોકો ઈમારતો અને ઘરોમાં ફસાયેલા છે. વહીવટીતંત્ર આ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ પ્રશાસને પણ લોકોને સલામત સ્થળે જવા માટે કહ્યું છે.

જાપાને પણ એલર્ટ જાહેર કર્યું છે

એટલું જ નહીં તાઈવાનના પાડોશી દેશ જાપાનમાં પણ શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાપાને પણ સુનામીની ચેતવણી જાહેર કરી છે. જાપાનની હવામાન એજન્સીએ 3 મીટર (10 ફૂટ) ઊંચાઈ સુધી સુનામીના મોજાંની ચેતવણી જારી કરી છે. જોરદાર ભૂકંપ બાદ જાપાન કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. સુનામી એલર્ટ જારી કરીને, લોકોને ઓકિનાવાના દક્ષિણ ભાગમાં દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમને અહીંથી ખસી જવા માટે કહેવામાં આવ્યું છે, જેથી સુનામીથી તેમનો જીવ બચાવી શકાય.

બ્રેકિંગ ન્યૂઝ ભૂકંપ વિશ્વ