Tamil Nadu Vijay rally Stampede news: તમિલનાડુમાં શનિવારે તમિલગા વેત્રી કઝગમ (TVK)ના પ્રમુખ અને અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની રેલીમાં નાસભાગ મચી હતી. ભાગદોડમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે. તેમાં છ બાળકો પણ સામેલ છે. વિજયની રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલીમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને જાનહાનિ વધુ વધી શકે છે.
ભીડ બેકાબૂ બની ગઈ હતી
જ્યારે વિજય સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે ભીડ વધતી ગઈ હતી અને બેકાબૂ થઈ ગઈ હતી. જેના કારણે પાર્ટીના કાર્યકરો અને કેટલાક બાળકો સહિત ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. પરિસ્થિતિ જોઈને ઘણા કાર્યકરોએ એલાર્મ વગાડ્યું હતું. વિજયે આની નોંધ લીધી અને પોતાનું ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો બસની ટોચ પરથી લોકોને પાણીની બોટલ પહોંચાડી હતી.
તમિલનાડુના મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઘટના પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કરુરથી આવી રહેલા અહેવાલો ચિંતાજનક છે. તેમણે કહ્યું કે મેં સૂચના આપી છે કે ભીડમાં ફસાયેલા અને બેભાન થઈ ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને તબીબી સહાય પૂરી પાડવામાં આવે. મેં આ અંગે ભૂતપૂર્વ મંત્રી સેન્થિલ બાલાજી, મંત્રી સુબ્રમણ્યમ એમએ અને જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે.
સીએમ સ્ટાલિને કહ્યું કે પડોશી તિરુચિરાપલ્લી જિલ્લાના મંત્રી અંબિલ મહેશને તાત્કાલિક જરૂરી સહાય પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે. મેં એડીજીપી સાથે પણ વાત કરી છે જેથી પરિસ્થિતિને ઝડપથી કાબુમાં લાવી શકાય. હું જનતાને ડોકટરો અને પોલીસને સહયોગ આપવા અપીલ કરું છું.
આ પણ વાંચો – શું સોનમ વાંગચુકના પાકિસ્તાન સાથે સંબંધ છે?
પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તમિલનાડુના કરુરમાં એક રાજકીય રેલી દરમિયાન બનેલી ઘટના ખૂબ જ દુ:ખદ છે. મારા સંવેદના તે પરિવારો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું આ મુશ્કેલ સમયમાં તેમની શક્તિ પ્રદાન કરવા પ્રાર્થના કરું છું અને તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.
વિજય તમિલ સિનેમામાં ખૂબ જ લોકપ્રિય ચહેરો છે અને હવે તેઓ રાજકારણમાં પ્રવેશ્યા છે. તેના કારણે તેમની રેલીઓમાં મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થઈ રહ્યા છે. ટીવીકેએ જાહેરાત કરી છે કે તે આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડશે.
તમિલનાડુમાં સત્તા પરિવર્તનનો દાવો
આ પહેલા ભાષણ દરમિયાન વિજયે એમ પણ કહ્યું કે આગામી છ મહિનામાં તમિલનાડુના રાજકારણમાં સત્તા બદલાશે. આ રેલી વિજયની 2026 ની વિધાનસભા ચૂંટણી પહેલા આખા રાજ્યમાં ચાલી અભિયાનનો એક ભાગ હતી.