send WhatsApp without saving Phone Number : ઘણી વખત એવું બને છે કે વોટ્સએપ પર માત્ર એક મેસેજ મોકલવા માટે યુઝરે તેમનો ફોન નંબર પોતાના કોન્ટેક્ટમાં સેવ કરવો પડે છે. ફક્ત સંદેશ મોકલવા માટે તમારે તમારા સંપર્કોમાં ફોન નંબર સાચવવાની પરેશાની કેટલી વખત સહન કરવી પડી છે? મોટાભાગની અન્ય મેસેન્જર સર્વિસથી અલગ, WhatsApp યુઝર્સને ઘણીવાર ફક્ત એક નાની વાતચીત જેમ કે ડિલિવરી બોય, કોઇ બિઝનેસ પૂછપરછ અને થોડા સમય માટે વ્યવહાર કરવા માટે કોઇ નંબર સેવ કરવો પડે છે. આ આખી પ્રક્રિયા ઘણી મુશ્કેલીકારક રહે છે.
પરંતુ શું તમે જાણો છો કે WhatsApp માં ‘Click to Chat’ નામનું એક ઇન-બિલ્ટ ફીચર છે, જે તમને આ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે બાયપાસ કરવા દે છે અને તમારી એડ્રેસ બુકને બિનજરૂરી સંપર્કોથી સુરક્ષિત રાખે છે. આનો અર્થ એ છે કે તમે ફોન નંબર સેવ કર્યા વિના વોટ્સએપ પર કોઇ યુઝરને મેસેજ કરી શકો છો.
આ કામનું ટૂલ એક સ્ટાન્ડર્ડ URL ફોર્મેટનો ઉપયોગ કરે છે જે વોટ્સએપ મોબાઇલ એપ્લિકેશન અને વોટ્સએપ વેબ બંને પર કામ કરે છે. આની મદદથી તમારે કોઇ ફોન નંબરને પોતાના ડિવાઇસના ફોન નંબરમાં જોડવાની જરુર પડતી નથી છે. એક વખત મેસેજ કરવા માટે આ સુવિધાનજક વિકલ્પ બની જાય છે.
Click to Chat યુઝ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત
આ પદ્ધતિ એક ખાસ ફોર્મેટ વાળા વેબ લિંક બનાવવા પર આધારિત છે. કોઇ નંબર સેવ કર્યા વિના વાતચીત શરૂ કરવા માટે તમારે નીચે બતાવેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે.
ફોન નંબર હોવો જરુરી
- સુનિશ્ચિત કરો તે તમારી પાસે પુરો ફોન નંબર હોય.
- આ નંબર ફુલ ઇન્ટરનેશનલ ફોર્મેટમાં હોવો જોઈએ એટલે કે દેશના કોડ સાથે
- બધા અતિરિક્ત સિંબલ જેમ કે પ્લસ સાઇન (+), બ્રેકેટ અને ડેશ હટાવી દો
લિંક ક્રિએટ કરો
- હવે તમારું મોબાઇલ બ્રાઉઝર અથવા કોઈપણ ચેટ ખોલો જ્યાં તમે લિંક ટાઇપ કરી શકો
- આ બેઝ URL ફોર્મેટનો ઉપયોગ કરો: https://wa.me/
- બેકસ્લેશ પછી આંતરરાષ્ટ્રીય ફોન નંબર ટાઇપ કરો
ઉદાહરણ: યૂએસ નંબર (કંટ્રી કોડ 1) માટે 555-123-4567 માટે આ પ્રકારની લિંક્સ બનાવો: https://wa.me/15551234567જ્યારે ભારતીય નંબર માટે ફોર્મેટ આ હશે: https://wa.me/915551234567
આ પણ વાંચો – OnePlus 15 vs OnePlus 13 : વનપ્લસનો કયો સ્માર્ટફોન ખરીદવો રહેશે ફાયદાકારક, જાણો
ચેટ શરુ કરો
હવે તમે બનાવેલી લિંક પર ટેપ કરોવોટ્સએપ ઓટોમેટિકલી લિંકને ઓળખી લેશે અને પછી આ ફોન નંબર સાથે નવી ચેટ વિન્ડો ખુલશે જેથી તમે તરત જ મેસેજ મોકલી શકો.
એડવાન્સ ઓપ્શન : લિંકમાં પ્રી-ફિલ્ડ મેસેજ એડ કરો
જે કંપનીઓ કે યુઝર્સ એક સેટ (ટેમ્પલેટેડ)શરૂઆતી સંદેશ મોકલવા માંગે છે તે લિંકને આ રીતે કસ્ટમાઇઝ કરી શકે છે તેમાં પહેલાથી ભરેલા ભરેલા ટેક્સ્ટ સામેલ હોય.
બેઝ લિંક ક્રિએટ કરો અને પછી તેની સાથે મેસેજ લખો. જેમ કે (https://wa.me/15551234567) ટેક્સ્ટ
ઉદાહરણ: જો તમે મેસેજ લખવા માંગતા હો: “I am interested in your car for sale,” તો તમારી લિંક આવી દેખાશે- https://wa.me/15551234567?text=I’m%20interested%20in%20your%20car%20for%20sale
“ચેટ પર ક્લિક કરો” ફંક્શનની મદદથી યુઝર્સને મેટાના વોટ્સએપ પર કનેક્ટ કરવાની એક ઝડપી, વધારે આસાન રીત મળી જાય છે, જેથી તમારું કોન્કેક્ટ લિસ્ટ ફાલતું નંબરથી ભરવાથી બચી રહે છે.





