તેજ પ્રતાપ યાદવના મામલે પત્ની ઐશ્વર્યાએ કહ્યું – આખો પરિવાર એક સાથે છે, ચૂંટણીના કારણે ડ્રામા કરી રહ્યા છે

tej pratap yadav : તેજ પ્રતાપ યાદવના મામલે પત્ની ઐશ્વર્યાએ કહ્યું ઐશ્વર્યાએ વધુમાં જણાવ્યું હતું કે આ લોકો બધું જ જાણે છે અને બધા સાથે છે, માત્ર ચૂંટણીના કારણે નાટક ચાલી રહ્યું છે. આ લોકો સામાજિક ન્યાયની વાત કરે છે, પરંતુ મારા સામાજિક ન્યાયનું શું? મને ક્યારે ન્યાય મળશે?

Written by Ashish Goyal
Updated : May 26, 2025 18:03 IST
તેજ પ્રતાપ યાદવના મામલે પત્ની ઐશ્વર્યાએ કહ્યું – આખો પરિવાર એક સાથે છે, ચૂંટણીના કારણે ડ્રામા કરી રહ્યા છે
તેજ પ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટું નિવેદન આપ્યું (ANI/X PHOTO)

tej pratap yadav : બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવનો કિસ્સો ચર્ચામાં રહ્યો છે. આ દરમિયાન તેજ પ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટું નિવેદન આપ્યું છે. ઐશ્વર્યાએ કહ્યું છે કે આખો પરિવાર એક સાથે છે અને આ બધા ચૂંટણીના કારણે ડ્રામા કરી રહ્યા છે. ઐશ્વર્યાએ કહ્યું કે લાલુ પરિવારે આખું સત્ય છુપાવી દીધું છે અને મને ખોટું કેમ કહ્યું હતું.

તમને જણાવી દઈએ કે તેજ પ્રતાપ યાદવે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક તસવીર પોસ્ટ કરીને અનુષ્કા યાદવ સાથેના 12 વર્ષ જૂના સંબંધોની માહિતી જાહેર કરી હતી. લાલુ યાદવે તેજ પ્રતાપને પરિવાર અને પાર્ટીમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવાની જાહેરાત કરી હતી.

આ બધા મળેલા છે, કોઈ અલગ થયું નથી : ઐશ્વર્યા

ઐશ્વર્યાએ કહ્યું કે બધાની સામે બધું જ સ્પષ્ટ છે. હું પૂછવા માંગુ છું કે જ્યારે આ બધા લોકોને ખબર હતી આવી વાત છે તો મારા લગ્ન કેમ કરાવ્યા, શા માટે મારી જિંદગી બરબાદ કરી? તેમને પૂછો કે મને શા માટે માર માર્યો. તેમનો સામાજિક ન્યાય હવે ક્યાં ગયો છે? તે બધા ભેગા છે, કોઈ અલગ નથી. ચૂંટણી છે એટલે જ તેઓ આવું નાટક કરી રહ્યા છે. મને મીડિયા તરફથી તમામ જાણકારી મળી રહી છે. મને અનુષ્કા વિશે ખબર ન હતી.

તેમને પૂછો કે હવે મારું શું થશે? અમે કોર્ટમાં વાત કરીશું. દીકરાની ભૂલો છુપાવવા માટે બધો દોષ છોકરી પર ઢોળી દેવામાં આવે છે. તેઓએ મારા માટે શું કર્યું છે? અમે કોર્ટમાં લડીએ છીએ.

ઐશ્વર્યાએ પૂછ્યા સવાલો

ઐશ્વર્યાએ પૂછ્યું કે હવે મારું શું થશે? મને કેમ મારવામાં આવી? મને ઘરની બહાર કેમ કાઢી મૂકવામાં આવી? તેઓએ મારા માટે શું કર્યું? આ પછી પત્રકારોએ પૂછ્યું કે શું તમે કાનૂની કાર્યવાહી કરશો? તેના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે આ બધી કોર્ટ મેટર છે અને અમે કોર્ટમાં જ જણાવીશું.

આ પણ વાંચો – NIA એ દિલ્હીથી CRPF જવાનની ધરપકડ કરી, 2023થી પાકિસ્તાનને આપી રહ્યો હતો ‘સીક્રેટ’ જાણકારી

દીકરાની ભૂલ છુપાવવા માટે તે છોકરી પર બધું જ લગાવી દે છેઃ ઐશ્વર્યા

એક પત્રકારે ઐશ્વર્યાને પૂછ્યું હતું કે તમે વળતરની ઘણી રકમ માગી હતી, આ અંગે પણ ચર્ચા થઇ રહી છે. તેના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું કે આ લોકો અમારા પર બધું જ લગાવી દે છે. બધું 12 વર્ષથી ચાલી રહ્યું હતું અને શું લાલુ યાદવ અને રાબડી દેવીને ખબર નથી? છોકરીની ઇજ્જત ઉછાળવી ખૂબ જ સરળ છે અને આ લોકો પોતાના દીકરાની ભૂલ છુપાવવા માટે છોકરી પર બધું જ લગાવી દે છે.

મારા સામાજિક ન્યાયનું શું થશે?

ઐશ્વર્યાએ વધુમાં જણાવ્યું હતું કે આ લોકો બધું જ જાણે છે અને બધા સાથે છે, માત્ર ચૂંટણીના કારણે નાટક ચાલી રહ્યું છે. આ લોકો સામાજિક ન્યાયની વાત કરે છે, પરંતુ મારા સામાજિક ન્યાયનું શું? મને ક્યારે ન્યાય મળશે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ