Rajouri Attack: જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના ચોકી પર હુમલો કરવા આવેલા આતંકીઓને જડબાતોડ જવાબ, એકાઉન્ટર ચાલું

સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અને બંને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. ગોળીબારના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા.

Written by Ankit Patel
July 22, 2024 09:55 IST
Rajouri Attack: જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના ચોકી પર હુમલો કરવા આવેલા આતંકીઓને જડબાતોડ જવાબ, એકાઉન્ટર ચાલું
ભારતીય સેના - Express photo

Rajouri Attack: આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આર્મી પોસ્ટ પર હુમલો કરવાના ઈરાદા સાથે આવ્યા હતા, પરંતુ સુરક્ષા દળોએ તેમના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારથી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અને બંને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. ગોળીબારના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા.

આતંકવાદીઓએ રાજૌરી ખવાસ વિસ્તારમાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના કારણે કેટલાક જવાનો ઘાયલ પણ થયા હતા, જ્યારે ફાયરિંગનો અવાજ સાંભળીને લોકો નજીકના ઘરોમાંથી બહાર આવી ગયા હતા. સેના અને પોલીસે વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને એસઓજીની વિશેષ ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું.

સેનાએ હુમલાને નિષ્ફળ બનાવ્યો

એએનઆઈના અહેવાલમાં, સંરક્ષણ વિભાગ જમ્મુના જનસંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે રાજૌરીના એક દૂરના ગામમાં હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. હાલમાં આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. સોમવારે વહેલી સવારે રાજૌરીના ગુંડા વિસ્તારમાં એક સુરક્ષા ચોકી પર શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળીબાર કર્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને એન્કાઉન્ટર શરૂ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો, ત્યારબાદ સુરક્ષા જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી અને બંને તરફથી ઝડપી ગોળીબાર શરૂ થયો હતો. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર લાંબા સમયથી શાંતિપૂર્ણ માનવામાં આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે અને જવાનોની શહીદીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

આતંકવાદી હુમલા અંગે સમીક્ષા બેઠક

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરને લાંબા સમયથી શાંતિપૂર્ણ માનવામાં આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે અને જવાનોની શહીદીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઘટનાઓ વચ્ચે, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે અહીં ઉચ્ચ સ્તરીય સંયુક્ત સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી.

આ પણ વાંચોઃ- અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી : જો બાઈડન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી નહીં લડે, વિવાદ અને દબાણ બાદ ઉમેદવારીમાંથી ખસી ગયા

બેઠકમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), જમ્મુ અને કાશ્મીર પોલીસના ડિરેક્ટર જનરલ, ગુપ્તચર એજન્સીઓના વડાઓ અને અન્ય વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ હાજરી આપી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ