/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Tinder-Leave.jpg)
એક એવી કંપની પોતાના કર્મચારીઓને ડેટ પર જવા માટે પ્રોત્સાહિત કરી રહી છે (પ્રતિકાત્મક તસવીર)
Thai Company Offers Paid Tinder Leave To Employees : તમે કર્મચારીઓને લાંબા કલાકો સુધી કામ કરતા અને કંપનીઓના નબળા વર્ક કલ્ચરથી પરેશાન જોયા હશે. પરંતુ એક એવી કંપની પણ છે જે પોતાના કર્મચારીઓને ડેટ પર જવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.જી, હા, તમે બરાબર વાંચ્યું છે, આ કંપની અહીં કામ કરતા લોકોને ફક્ત ડેટ પર જવા જ નહીં પરંતુ તેના માટે ચૂકવણી પણ કરી રહી છે.
થાઇલેન્ડ સ્થિત એક માર્કેટિંગ કંપની તેના કર્મચારીઓને તેમના માનસિક સ્વાસ્થ્યને સુધારવાના પ્રયત્નોના ભાગરૂપે 'ટિન્ડર લીવ' ઓફર કરી રહી છે. કંપની પોતાના કર્મચારીઓને ફક્ત ટિન્ડર ડેટ પર જવાની સુવિધા જ નથી આપતી આ માટે પૈસાની ચૂકવણી પણ કરવામાં આવે છે. થાઈલેન્ડના વ્હાઈટલાઈન ગ્રુપે 6 મહિના માટે આ સુવિધા આપી છે, જેનો લાભ કર્મચારીઓ જુલાઈની શરૂઆતથી લઈને વર્ષના અંત સુધી લઈ શકે છે.
વ્હાઇટલાઇન ગ્રુપના સંચાલકોએ એક રિસર્ચનો હવાલો આપ્યો હતો જેમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે પ્રેમમાં રહેવું એ વ્યક્તિને કેવી રીતે ખુશ કરે છે. તેણે તર્ક આપ્યો હતો કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં અંદર અને બહારખુશી અનુભવે છે, ત્યારે તે તેના કામને વધુ આનંદ લેવા માટે પણ સક્ષમ બનાવે છે. કંપનીની દલીલ છે કે રિલેશનશિપમાં રહેવાથી ઉત્પાદકતા અને ખુશીમાં વધારો થાય છે, તેથી તેઓ ઇચ્છે છે કે તેમના કર્મચારીઓ ડેટિંગ વિકલ્પો શોધે અને એક સાથી શોધે.
કર્મચારીઓ વ્યસ્ત હોવાની ફરિયાદ કરી રહ્યા હતા
કંપનીને આ વિચાર ત્યારે આવ્યો જ્યારે કેટલાક લોકોએ ડેટ પર જવાની અને કોઈને શોધવા માટે ખૂબ વ્યસ્ત હોવાની ફરિયાદ કરી હતી. તેથી હવે સ્ટાફ પાસે દિવસ અને રાતની રજા લેવાનો અને તેમના મનપસંદ વ્યક્તિ સાથે બહાર જવાનો વિકલ્પ છે. કંપની તેમના માટે વસ્તુઓને સરળ બનાવવા માટે ઉન્નત યોજનાઓ માટે ચૂકવણી પણ કરી રહી છે.
આ પણ વાંચો - ચોરી ની કાર દ્વારા હંગામો, પોલીસની કારને ક્રૂઝરથી કચડી
યુનિવર્સિટી ઓફ સાઉથેમ્પ્ટનમાં બ્રેન્ડન મેકકોનેલ દ્વારા 2023માં કરવામાં આવેલા એક સ્ટડી પ્રમાણે પરણિત પુરુષો સિંગલની સરખામણીમાં પ્રતિ કલાક વધારે વેતન મેળવે છે. તેને તે તથાકથિત "મેરેજ પે પ્રીમિયમ" તરીકે ઓળખાવે છે.
કંપની 6 મહિના સુધી ડેટિંગ માટે ચૂકવણી કરશે
ઘણા અહેવાલો અનુસાર કંપનીમાં લગભગ 200 કર્મચારીઓ છે અને તેઓ જુલાઈથી ડિસેમ્બર 2024 ના અંત સુધી (છ મહિના માટે) 'ટિન્ડર લીવ્સ' નો આનંદ લઇ શકે છે. એટલું જ નહીં કંપની પોતાના કર્મચારીઓને યોગ્ય સાથી શોધવામાં મદદ કરવા માટે ટિન્ડર ગોલ્ડ અને ટિન્ડર પ્લેટિનમના સબ્સ્ક્રિપ્શન માટે પણ ચૂકવણી કરશે.
જોક કંપનીએ એ નથી જણાવ્યું કે તેમના કર્મચારીઓ કેટલી 'ટિન્ડર લીવ્સ' લઈ શકે છે. કર્મચારીઓ ડેટ પર જવા માટે કેટલાક દિવસો અને રાતની રજા લઈ શકે છે. આ માટે કર્મચારીઓએ માત્ર એક અઠવાડિયા પહેલા સૂચના આપવી પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us