ન્યુમોનિયા રોગ એ વાયરસ અથવા બેક્ટેરિયાથી થતો રોગ છે, જેનું જોખમ શિયાળામાં વધુ હોય છે. ન્યુમોનિયા એ શ્વસન સંબંધી રોગ છે જે ફેફસાંમાં સોજો અને પાણીયુક્ત ફેફસાંનું કારણ બની શકે છે. શિયાળામાં આ રોગ ખૂબ જ પરેશાન કરે છે. ઠંડા વાતાવરણમાં ન્યુમોનિયા થવાનું સૌથી મોટું કારણ બેક્ટેરિયા છે. શિયાળામાં બાળકો અને વૃદ્ધો આ રોગનો શિકાર બને છે. બાળકોમાં ન્યુમોનિયા વાયરલથી થાય છે, જો સમયસર સારવાર શરૂ કરવામાં આવે તો 10-12 દિવસમાં આ રોગમાં રાહત મળે છે.
ફોર્ટિસ હોસ્પિટલ ફરીદાબાદમાં પલ્મોનરી ડોક્ટર રવિ શેખર ઝાએ કહ્યું હતું કે ન્યુમોનિયા કોઈ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે પરંતુ શિયાળામાં તેનું જોખમ વધારે રહે છે. શિયાળામાં ન્યુમોનિયાની બીમારી તાવ અથવા ફલૂ પછી થઇ શકે છે. આ બીમારી નાના બાળકો અને નવજાત શીશુઓમાં રિસ્પેરેટરી સીન્સીસીયલ વાયરસ નામના વિષાણુના કારણે થાય છે. આ એક પ્રકારનું લંગ ઇન્ફેકશન છે જે વધારે પરેશાન કરે છે.
ન્યુમોનિયામાં વધવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. શિયાળામાં ભેજ વધારે હોવાને કારણે બેક્ટેરિયા કે વાયરસનું સંક્ર્મણ વધારે ફેલાય છે. ભારતમાં હાલ પણ ટીબીના બેક્ટેરિયા ન્યુમોનિયાનું સૌથી મોટું કારણ છે. શિયાળામાં આ બીમારીના લક્ષણોની સમયસર ઓળખ કરાય તો તરત તેનો ઉપચાર થઇ શકે છે. આવો જાણો ન્યુમોનિયાના લક્ષણો અને ઉપચાર
ન્યુમોનિયા થતા ક્યાં લક્ષણો જોવા મળે છે:
- શ્વાસ લેતા કે ખાંસી ખાવાથી છાતીમાં દુખાવો થવો
- ભ્રમની સ્થિતિ કે માનસિક જાગૃકતામાં બદલાવ
- ખાંસી જે કફ પેદા કરી શકે છે.
- વધારે તાવ, પરસેવો આવવો, ઠંડી લાગવી
- શરીરનું તાપમાન સામાન્યથી ઓછું રહેવું
- ઉલ્ટી થવી, ઝાડા થવા કે ઉબકા આવવા
- શ્વાસ લેવામાં તકલીફ પડવી
- ખાંસી સાથે પીળો કફ થવો
- ભૂખ ન લાગવી આ બીમારીના મુખ્ય લક્ષણો છે.
આ રીતે કરી શકો બચાવ
-ડોક્ટરના મત મુજબ હોસ્પિટલમાં ચેક અપ કરાવવું અને દવાનું સેવન કરવું.
-2 અઠવાડિયા સુધી એન્ટિબાયોટિકનું સેવન કરવાથી 1 અઠવાડિયામાં આ બીમારી ઠીક થઇ જાય છે.
-ન્યુમોનિયા અને ફલૂથી બચવા માટે વેક્સીન ઉપલબ્ધ છે તેથી તમે વેક્સીન જરૂરથી લો.
-બાળકોનું ટીકાકરણ અવશ્ય કરાવવું. ડોકટર 2 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અને 2 થી 5 વર્ષની ઉંમરના બાળકો માટે એક અલગ ન્યુમોનિયાની રસીની સલાહ આપે છે.
-સફાઈનું ધ્યાન રાખવું, શ્વસન સંક્ર્મણથી પોતાને બચાવવા માટે હાથ નિયમિત રૂપથી ધોવા. હાથ વૉશ કરવા પોસિબલ ન હોય તો સેનિટાઇઝરનો ઉપયોગ કરવો.
-સ્મોકિંગ કરવાથી દૂર રહેવું, ધૂમ્રપાન કરવાથી ઇમ્યુનીટી ઓછી થાય છે. અને ફેફસાને નુકશાન પહોંચે છે.
-પૂરતી ઊંઘ લેવી, નિયમિત વ્યાયામ કરવા અને હેલ્થી ડાયટનું સેવન કરવું.