Tirupati Temple Laddu Ghee Row: તિરૂપતિ બાલાજી મંદિરના લડ્ડુ પ્રસાદ અંગે રાજકારણ ગરમાયું છે. પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરના લાડુનો પ્રસાદ બનાવટી ઘીમાંથી બનતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સમાચારથી ભક્તોની આસ્થાને ઠેસ વાગી છે. આ સમાચાર બાદ આંધ્રપ્રદેશ સરકારે તિરુપતિ મંદિરમાં પ્રસાદ માટે બનાવવામાં આવેલા લાડુના ઘીના સપ્લાયરમાં ફેરફાર કર્યો છે. ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે કહ્યું હતું કે તેમણે ઘી સપ્લાયરને બદલી નાખ્યો છે. તેમણે કહ્યું કે હવે તેમણે કર્ણાટકથી નંદિની બ્રાન્ડ ઘી ખરીદવાનું શરૂ કર્યું છે.
જગન મોહન રેડ્ડી પર ગંભીર આરોપ
તેમણે જગન મોહન રેડ્ડી પર હુમલો કરતા કહ્યું કે જ્યારે બજારમાં ઘીનો દર 500 રૂપિયા પ્રતિ કિલો હતો, ત્યારે પાછલી સરકારે 320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે નબળી ગુણવત્તાનું ઘી ખરીદ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે અગાઉની સરકારે ભેળસેળયુક્ત ઘી સસ્તું હોવાથી ખરીદ્યું હતું.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે શું કહ્યું?
આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે જણાવ્યું હતું કે મંદિર સંસ્થાને ઘી સપ્લાય કરનારાઓએ આંતરિક ભેળસેળ પરીક્ષણ સુવિધાના અભાવનો ફાયદો ઉઠાવ્યો હતો અને બાહ્ય સુવિધાઓનો પણ ઉપયોગ કર્યો ન હતો. લેબોરેટરી ટેસ્ટમાં પસંદગીના નમૂનાઓમાં પ્રાણીઓની ચરબી અને લાર્ડની (ભુંડની ચરબી) હોવાનું જાણવા મળ્યું છે, એવું ટીટીડીના એક્ઝિક્યુટિવ ઓફિસર જે શ્યામલ રાવે જણાવ્યું હતું.
ટીટીડીના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘીની ગુણવત્તામાં મોટો ઘટાડો થયો છે. ગુણવત્તાના અભાવનાં કારણોમાં ઇન-હાઉસ લેબોરેટરીની ગેરહાજરી, નમૂનાઓને પરીક્ષણ માટે બહારની પ્રયોગશાળાઓમાં મોકલવા અને અવાસ્તવિક દરો છે.
આ પણ વાંચો | તિરુપતિ લાડુના ઘીમાં પ્રાણીની ચરબી, TDPનો YSRCP પર ધાર્મિક આસ્થા સાથે છેડછાડનો આરોપ
પવન કલ્યાણ કહ્યું – પ્રાણીની ચરબીની ભેળસેળથી વ્યથિત છું
આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે જણાવ્યું હતું કે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીની હાજરીથી તેઓ ખૂબ જ વ્યથિત છે અને સૂચન કર્યું હતું કે મંદિરોને લગતા મુદ્દાઓની તપાસ માટે એક સનાતન રાષ્ટ્રીય બોર્ડની રચના કરવામાં આવે. કલ્યાણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, “તિરુપતિ બાલાજીના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી મળી આવવાથી આપણે બધા ખૂબ જ વ્યથિત છીએ. YSRCP સરકાર દ્વારા રચાયેલી ટીટીડી બોર્ડે ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે.