પીએમ મોદી વિરુદ્ધ ટીએમસીની ચૂંટણી પંચમાં ફરિયાદ, ભાજપ સામે ગંભીર આક્ષેપ, જાણો શું છે મામલો

TMC Complaint Against PM Modi To Election Commission MCC Violation : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આક્ષેપ કરતા ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી છે. ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા દેશભરમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.

Written by Ajay Saroya
March 19, 2024 11:40 IST
પીએમ મોદી વિરુદ્ધ ટીએમસીની ચૂંટણી પંચમાં ફરિયાદ, ભાજપ સામે ગંભીર આક્ષેપ, જાણો શું છે મામલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Photo - PMO)

TMC Complaint Against PM Modi To Election Commission MCC Violation : પીએમ નરેન્દ્ર મોદી સામે મમતા બેનર્જીની ટીએમસ એ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને પીએમ મોદી પર આચાર સંહિતના ભંગ કરવાનો આક્ષેપ મુક્યો છે. તેમણે આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે. ઉ્લ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેર થઇ ગઇ છે. આ સાથે જ દેશભરમાં ચૂંટણી આચાર સંહિતા પણ લાગુ થઇ છે.

મોદી સરકારે વોટ્સઅપ મેસેજ મોકલી આચાર સંહિતના ભંગ કર્યો – ડેરેક ઓ બ્રાયન

ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને એક પત્રમાં લખ્યું છે – અમારા ધ્યાને આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 માર્ચ 2024ના રોજ એક પત્ર લખ્યો છે, જે મારા પ્રિય કુટુંબના સભ્ય ને સંબોધવામાં આવ્યો છે, જેમાં તેમણે છેલ્લા એક દાયકામાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા વિવિધ કાર્યક્રમો/યોજનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે . આ પત્ર સમગ્ર દેશમાં વોટ્સઅપ મેસેજ દ્વારા સામૂહિક રીતે ફોરવર્ડ કરવામાં આવ્યા છે.

derek obrien | derek obrien tmc leaders | tmc
ડેરેક ઓ બ્રાયન ટીએમસીના નેતા છે. (Photo – @derekobrienmp)

ટીએમસી નેતાએ પત્રમાં લખ્યું છે – આઘાતજનક રીતે પીએમ મોદી ના પત્રની સાથે એક સંદેશ છે જે આ મુજબ છે : આ પત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા મોકલવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતના 140 કરોડથી વધુ નાગરિકોને ભારત સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ મળ્યો છે અને ભવિષ્યમાં પણ લાભ મળતો રહેશે. વિકાસીત ભારતનો સંકલ્પ પુરો કરવા માટે તમારા સાથ અને તમારા સૂચન બહુ મહત્વપૂર્ણ છે. આથી તમને વિનંતી છે કે, યોજનાઓને લઇ તમારા વિચારો અવશ્ય લખો. ધન્યવાદ.

નોંધ: મોદી સરકાર દ્વારા દેશભરના લોકોને વોટ્સઅપ મેસેજથી આ પત્ર મોકલવામાં આવ્યો છે.

ભાજપના પ્રચાર – પ્રસાર પાછળ સરકારી આવકનો ઉપયોગ : ડેરેક ઓ બ્રાયન

ડેરેક ઓ બ્રાયને આક્ષેપ કર્યો છે કે, આ એક સ્પષ્ટ કબૂલતા છે કે પીએમ મોદી અને ભાજપ કેન્દ્ર સરકારની આવકનો ઉપયોગ ભાજપના કાર્યક્રમો/યોજનાઓ વિશે ચર્ચા કરવા મતદારો સુધી પહોંચવા માટે કરી રહ્યા છે.

આ પણ વાંચો | ભાજપમાં ભડકો, વડોદરાના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું, શંકર સિંહ ચૌધરીને ઇમેલ કર્યો

જો કે ઉપરોક્ત પત્ર તારીખ 15.03.2024 નો છે, તે 16.03.2024 ના રોજ અને બપોરે 3:00 વાગ્યાથી આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા પછી મતદારોને વોટ્સઅપ મેસેજથી મોકલવામાં આવ્યો છે. તેથી, તે ચૂંટણી આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને તે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાની અવગણના કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ