TMC Suspend MLA Humayun Kabir : બાબરી મસ્જિદ પર ટિપ્પણી કરવા બદલ મુર્શિદાબાદના ધારાસભ્ય હુમાયુ કબીરને ટીએમસીએ સસ્પેન્ડ કર્યા છે. કલકત્તાના મેયર ફિરહાદ હકીમે આ અંગે માહિતી આપી હતી.
કલકત્તાના મેયર ફિરહાદ હકીમે કહ્યું કે, અમે જોયું કે મુર્શિદાબાદના અમારા એક ધારાસભ્યએ અચાનક બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી. અચાનક બાબરી મસ્જિદ કેમ? અમે તેમને ચેતવણી આપી દીધી હતી. અમારી પાર્ટી ટીએમસીના નિર્ણય મુજબ અમે ધારાસભ્ય હુમાયુ કબીરને સસ્પેન્ડ કરી રહ્યા છીએ. ”
ટીએમસી પાર્ટી માંથી સસ્પેન્ડ કરાયા બાદ ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું કે, હું આવતીકાલ ટીએમસી માંથી રાજીનામું આપીશ. જો જરૂર પડી તો 22 ડિસેમ્બરે નવી પાર્ટીની ઘોષણા કરીશ.





