/indian-express-gujarati/media/media_files/2026/01/01/new-year-2026-2026-01-01-07-20-24.jpg)
ન્યૂ યર 2026ની ઉજવણી Photograph: (X)
Today Latest News Live Update in Gujarati 1 January 2026: નવું વર્ષ 2026 શરૂ થઈ ગયું છે. ભારત સહિત વિશ્વભરના શહેરોમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોએ નવા વર્ષમાં મોટી સંખ્યામાં લોકો સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ભારતના તમામ મુખ્ય શહેરોમાં હોટલો, મોલ અને પર્યટન સ્થળો ભરાયેલા છે.
નવા વર્ષની ઉજવણી કરવા માટે શિમલા, મનાલી, નૈનિતાલ અને કુલ્લુ સહિત વિવિધ પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. વૈષ્ણો દેવી, રામ મંદિર, ઉજ્જૈન મહાકાલ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર સહિતના મંદિરોમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા વર્ષ 2026 ની પૂર્વસંધ્યાએ નાગરિકોને શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્રના વિકાસ, સામાજિક સંવાદિતા અને પર્યાવરણીય સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે દરેકને વિનંતી કરી.
નવા વર્ષનું સૌપ્રથમ સ્વાગત પેસિફિક મહાસાગરમાં આવેલા દેશ કિરીટીમાટી ટાપુમાં કરવામાં આવ્યું હતું. કિરીબાતી ટાપુને ક્રિસમસ ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડ દ્વારા નવા વર્ષની શરૂઆત કરવામાં આવી, જે 2026 ને આવકારનાર બીજો દેશ બન્યો. ઓકલેન્ડ અને અન્ય ઘણા શહેરોમાં ભવ્ય આતશબાજીના પ્રદર્શનો યોજાયા હતા, જેમાં હજારો લોકો હાજર હતા.
- Jan 01, 2026 18:03 IST
Today News Live: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકો પર હુમલાની ઘટના સતત વધી રહી છે. વધુ એક ઘટના સામે આવી છે. શરિયતપુર જિલ્લામાં ખોકન ચંદ્ર નામના એક હિન્દુ યુવકને ભીડ દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો. પહેલા બેરહેમીથી પીટાઇ કરી હતી. પછી ચાકુથી હુમલો કર્યો હતો. આ પછી પેટ્રોલ નાખીને જીવતો સળગાવવો પ્રયત્ન કર્યો હતો.
- Jan 01, 2026 13:44 IST
Today News Live: નવા વર્ષના દિવસે સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટ, 10 લોકોના મોત થયાના અહેવાલ
સ્વિટ્ઝર્લૅન્ડના એક રિસોર્ટ બારમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 10 અન્ય ઘાયલ થયા છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે બની હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં બારમાં આગ લાગી હોવાનું જોવા મળી રહ્યું છે.
- Jan 01, 2026 10:23 IST
Today News Live: ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બઢતી
ગુજરાતના 14 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન અપાયા છે. નરસિંમ્હા કોમરને ડીજીપી કેડરમાં પ્રમોશન અપાયું છે. ડો. રાજકુમાર પાંડિયનને પણ ડીજીપી કેડરમાં પ્રમોટ કરાયા છે. નિરજ બડગુજરને આઈજીપી કેડરમાં પ્રમોટ કરાયા છે. સોભા ભુતડાને પણ આઈજીપી કેડરમાં બઢતી અપાઈ છે. પ્રદિત સેજુલને આઈજીપી કેડરમાં પ્રમોટ કરાયા છે. બલરામ મીણા ડીઆઈજી કેડરમાં પ્રમોટ કરાયા છે. કરણરાજ વાઘેલાને પણ ડીઆઈજી કેડરમાં પ્રમોશન અપાયું છે.
- Jan 01, 2026 07:22 IST
Today News Live: નવું વર્ષ 2026 શરુ, સમગ્ર વિશ્વમાં જશ્નનો માહોલ
નવું વર્ષ 2026 શરૂ થઈ ગયું છે. ભારત સહિત વિશ્વભરના શહેરોમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોએ નવા વર્ષમાં મોટી સંખ્યામાં લોકો સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ભારતના તમામ મુખ્ય શહેરોમાં હોટલો, મોલ અને પર્યટન સ્થળો ભરાયેલા છે.
નવા વર્ષની ઉજવણી કરવા માટે શિમલા, મનાલી, નૈનિતાલ અને કુલ્લુ સહિત વિવિધ પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. વૈષ્ણો દેવી, રામ મંદિર, ઉજ્જૈન મહાકાલ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર સહિતના મંદિરોમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us