Today Latest News Live Update in Gujarati 18 December 2025: અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પછી હવે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેઈલ પ્રમાણે 1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેજો નહીં તો ઉડાવી દઇશુંનો મેસેજ મળ્યો છે. આ ઈમેઈલ બાદ તંત્ર દોડતું થયું હતું. સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે દોડી જઈને કલેક્ટર કચેરીને ખાલી કરાઈ હતી. અને અંદર બહાર બંને જગ્યાઓએ તપાસ હાથધરી હતી.





